૧પ૨ ] [ પુરુષાર્થસિદ્ધિઉપાય
અન્વયાર્થઃ– [अनशनम्] અનશન, [अवमौदर्यं] ઊણોદર, [विविक्त शय्यासनं] વિવિક્ત શય્યાસન, [रसत्यागः] રસ પરિત્યાગ, [कायक्लेशः] કાયક્લેશ [च] અને [वृत्तेः संख्या] વૃત્તિની સંખ્યા–[इति] એ રીતે [बाह्यं तपः] બાહ્યતપનું [निषेव्यम्] સેવન કરવા યોગ્ય છે.
ટીકાઃ– ‘अनशनं अवमौदर्यं विविक्तशय्यासनं रसत्यागः कायक्लेशः च वृत्तेः संख्याः बाह्यं तपः इति निषेव्यम्।’ અર્થઃ–૧–અનશન તપ–અર્થાત્ ઉપવાસ દ્વારા ચારે પ્રકારના આહારનો ત્યાગ કરવો. ખાદ્ય, સ્વાદ્ય, લેહ્ય અને પેય એ–રીતે આહાર ચાર પ્રકારનો છે. ૨– અવમૌદ્રર્ય તપ–એટલે એકાશન કરવું, ભૂખથી ઓછું ખાવું, એ બેઉ પ્રકારના તપ દ્વારા કર્મોની નિર્જરા થાય છે અને ધ્યાનની પ્રાપ્તિ થાય છે. નિદ્રા મટે છે, દોષ ઘટે છે, સંતોષ થાય છે, સ્વાધ્યાય કરવામાં મન લાગે છે. ૩–વિવિક્ત શય્યાસન–જ્યાં મનુષ્યોનું આવાગમન ન હોય એવા એકાંત સ્થાનમાં વાસ કરવો. ૪–રસત્યાગ–દૂધ, દહીં, ઘી, સાકર અને તેલ–આ પાંચ રસનો ત્યાગ અને મીઠાનો તેમ જ લીલોતરીનો પણ ત્યાગ કરવો તેને રસત્યાગ કહે છે. જોકે રસ તો પાંચ જ છે તોપણ ઇન્દ્રિયસંયમની અપેક્ષાએ સાતેનો ત્યાગ કરવો જોઈએ. એના ત્યાગનો ક્રમ મીઠું, લીલોતરી, સાકર, ઘી, દૂધ, દહીં અને તેલ એ પ્રમાણે છે. અને તે રવિવારના દિવસથી શરૂ કરવું જોઈએ. પ–કાયક્લેશ–શરીરને પરિષહ ઉપજાવીને પીડા સહન કરવી તેનું નામ કાયક્લેશ છે આ કાયક્લેશનો અભ્યાસ કરવાથી અનેક કઠોર ઉપસર્ગ સહન કરવાની શક્તિ ઉત્પન્ન થાય છે, શરીર સાથેનો મમત્વભાવ ઘટે છે અને રાગનો અભાવ થાય છે. ૬– વૃત્તિસંખ્યા–વૃત્તિની મર્યાદા કરી લેવી. જેમ કે આજે મને આવું ભોજન મળે તો હું આહાર કરીશ અથવા આટલાં ઘરે ભોજન માટે જઈશ વગેરે પ્રકારથી નિયમ કરી લેવો. આ રીતે છ પ્રકારનાં બાહ્યતપનું નિરૂપણ કર્યું. ૧૯૮.
હવે અંતરંગ તપોનું નિરૂપણ કરે છેઃ–
અન્વયાર્થઃ– [विनयः] વિનય, [वैयावृत्त्यं] વૈયાવૃત્ય, [प्रायश्चितं] પ્રાયશ્ચિત્ત [तथैव च] અને એવી જ રીતે [उत्सर्गः] ઉત્સર્ગ, [स्वाध्यायः] સ્વાધ્યાય [अथ]