Purusharth Siddhi Upay (Gujarati). Shlok: 204.

< Previous Page   Next Page >


Page 158 of 186
PDF/HTML Page 170 of 198

 

૧પ૮ ] [ પુરુષાર્થસિદ્ધિઉપાય સંભાળીને જીવરહિત સ્થાનમાં મળ–મૂત્ર વગેરેનું ક્ષેપણ કરવું. એ રીતે યથાશક્તિ શ્રાવકોએ પાલન કરવું જોઈએ. ૨૦૩.

દશ ધર્મો

धर्मः सेव्यः क्षान्तिर्मृदुत्वमृजुता च शौचमथ सत्यम्।
आकिञ्चन्यं ब्रह्म त्यागश्च तपश्च संयमश्चेति।। २०४।।

અન્વયાર્થઃ– [क्षान्तिः] ક્ષમા, [मृदुत्वम्] માર્દવ, [ऋजुता] સરળપણું અર્થાત્ આર્જવ, [शौचम्] શૌચ, [अथ] પછી [सत्यम्] સત્ય, [च] તથા [आकिंञ्चन्यं] આકિંચન, [ब्रह्म] બ્રહ્મચર્ય, [च] અને [त्यागः] ત્યાગ, [च] અને [तपः] તપ, [च] અને [संयमः] સંયમ–[इति] એ રીતે [धर्मः] દશ પ્રકારનો ધર્મ [सेव्यः] સેવન કરવા યોગ્ય છે.

ટીકાઃ– क्षान्तिः मृदुत्वं ऋजुता च शौचम् अथ सत्यम् आकिञ्चन्यं ब्रह्म च त्यागः च तपः च संयमः इति धर्मः सेव्यः। અર્થઃ–૧–ક્રોધનો ત્યાગ કરી ક્ષમા ધારણ કરવી તે ઉત્તમક્ષમા પહેલો ધર્મ છે. ૨–માન કષાયનો ત્યાગ કરીને કોમળતા ધારણ કરવી તે ઉત્તમ માર્દવ નામનો બીજો ધર્મ છે. ૩–માયાચાર (કપટ)નો ત્યાગ કરીને સરળતા ધારણ કરવી તે આર્જવ નામનો ત્રીજો ધર્મ છે. ૪–લોભનો ત્યાગ કરી સંતોષ ધારણ કરવો તે શૌચ નામનો ચોથો ધર્મ છે. શૌચ નામ શુદ્ધિનું છે. આ શુદ્ધિ બે પ્રકારની છે. ૧ બાહ્યશુદ્ધિ, ૨ અંતરંગશુદ્ધિ. સ્નાન વગેરેથી શરીરને પવિત્ર રાખવું એ બાહ્યશુદ્ધિ છે અને લોભકષાયનો ત્યાગ કરવો એ અંતરંગશુદ્ધિ છે. આ બન્ને પ્રકારની શુદ્ધિ કરવી એને જ શૌચધર્મ કહે છે. અહીં આ એક વાત વિચારવા જેવી છે કે આ બન્ને શુદ્ધિ ગૃહસ્થ–શ્રાવકની અપેક્ષાએ જ છે, મુનિની અપેક્ષાએ નથી; કારણ કે મુનિમહારાજને તો અંતરંગશુદ્ધિની જ મુખ્યતા છે.

પ–બીજાને દુઃખ ઉત્પન્ન કરનાર, નિન્દનીય કપટી વચનો ન બોલવાં તેને સત્ય કહે છે અને એ જ પાંચમો ઉત્તમ સત્યધર્મ છે. ૬–પાંચ ઇન્દ્રિયના વિષયોને તથા મનના વિષયને રોકવા અને છ કાયના જીવોની હિંસા ન કરવી એને જ સંયમ કહે છે. વ્રતોનું ધ્યાન કરવાથી, સમિતિઓનું પાલન કરવાથી, કષાયોનો નિગ્રહ કરવાથી અને મન–વચન–કાયાને વશ રાખવાથી આ સંયમનું પાલન થાય છે. એ જ છઠ્ઠો સંયમ ધર્મ છે. ૭–જેવી રીતે સોનાનો મેલ દૂર કરવા માટે અગ્નિનો તાપ દેવામાં આવે છે તેવી જ રીતે આત્મા સાથે લાગેલાં કર્મો દૂર કરવાને માટે (સર્વજ્ઞ–વીતરાગ કથિત)