૧૭૦ ] [ પુરુષાર્થસિદ્ધિઉપાય
અન્વયાર્થઃ– [अस्य] આ આત્માને [येनांशेन] જે અંશથી [सुद्रष्टिः] સમ્યગ્દર્શન છે, [तेन] તે [अंशेन] અંશથી [बन्धनं] બંધ [नास्ति] નથી, [तु] પણ [येन] જે [अंशेन] અંશથી [अस्य] એને [रागः] રાગ છે, [तेन] તે [अंशेन] અંશથી [बन्धनं] બંધ [भवति] થાય છે. [येन] જે [अंशेन] અંશથી [अस्य] એને [ज्ञानं] જ્ઞાન છે, [तेन] તે [अंशेन] અંશથી [बन्धनं] બંધ [नास्ति] નથી [तु] પણ [येन] જે [अंशेन] અંશથી [रागः] રાગ છે, [तेन] તે [अंशेन] અંશથી [अस्य] એને [बन्धनं] બંધ [भवति] થાય છે. [येन] જે [अंशेन] અંશથી [अस्य] એને [चरित्रं] ચારિત્ર છે, [तेन] તે [अंशेन] અંશથી [बन्धनं] બંધ [नास्ति] નથી, [तु] પણ [येन] જે [अंशेन] અંશથી [रागः] રાગ છે, [तेन] તે [अंशेन] અંશથી [अस्य] એને [बन्धनं] બંધ [भवति] થાય છે.
ટીકાઃ– ‘येन अंशेन सुद्रष्टिः तेन अंशेन बन्धनं नास्ति किन्तु येन अंशेन रागः तेन अंशेन बन्धनं भवति।’ અર્થઃ–જેટલા અંશે સમ્યગ્દર્શન છે એટલા અંશે કર્મબંધ નથી તથા જેટલા અંશે રાગભાવ છે તેટલા જ અંશે કર્મનો બંધ છે.
ભાવાર્થઃ– જીવના ત્રણ ભેદ છે–૧. બહિરાત્મા, ૨. અંતરાત્મા, ૩. પરમાત્મા. આ ત્રણમાં બહિરાત્મા તો મિથ્યાદ્રષ્ટિ છે કેમકે તેને સમ્યગ્દર્શન નથી, કેવળ રાગભાવ છે તેથી સર્વથા બંધ જ છે; અને પરમાત્મા ભગવાન જેમને પૂર્ણ સમ્યગ્દર્શન થઈ ગયું છે તેમને રાગભાવ રંચમાત્ર પણ નથી તેથી સર્વથા બંધ નથી, મોક્ષ જ છે.
અંતરાત્મા સમ્યગ્દ્રષ્ટિ ચોથા ગુણસ્થાનથી માંડીને બારમા ગુણસ્થાન સુધી છે, માટે આ અંતરાત્માને જેટલા અંશે સમ્યગ્દર્શન થઈ ગયું છે તેટલા અંશે કર્મનું