પુરુષાર્થસિદ્ધિઉપાય ] [ ૧૬૯ [समयं] સમય [लब्ध्वा] પ્રાપ્ત કરીને તથા [मुनीनां] મુનિઓના [पदम्] ચરણનું [अवलम्ब्य] અવલંબન કરીને [सपदि] શીઘ્ર જ [परिपूर्णम्] પરિપૂર્ણ [कर्त्तव्यम्] કરવા યોગ્ય છે.
ટીકાઃ– ‘नित्यं बद्धोद्यमेन बोधिलाभस्य समयं लब्ध्वा च मुनिनां पदम् अवलम्ब्य सपदि परिपूर्णं कर्त्तव्यम्।’ અર્થઃ– ગૃહસ્થે સદા ઉદ્યમશીલ થઈને સમ્યગ્જ્ઞાનની પ્રાપ્તિનો સમય મેળવી મુનિપદ ધારણ કરીને શીઘ્ર સર્વ દેશવ્રતો પાળવાં જોઈએ.
ભાવાર્થઃ– વિવેકી પુરુષ ગૃહસ્થ દશામાં પણ સંસાર અને શરીરથી વિરક્ત થઈને સદાય મોક્ષમાર્ગમાં ઉદ્યમી રહે છે અને તેઓ સમય પામીને શીઘ્ર મુનિપદ ધારણ કરી, સકળ પરિગ્રહનો ત્યાગ કરી નિર્વિકલ્પ ધ્યાનમાં આરૂઢ થઈને, પૂર્ણ રત્નત્રયને પ્રાપ્ત કરી, સંસારભ્રમણનો નાશ કરી શીઘ્ર મોક્ષની પ્રાપ્તિ કરે છે. એકદેશ રત્નત્રયને ધારણ કરી ઇન્દ્રાદિક ઉચ્ચપદ પામે તથા પરંપરાએ મોક્ષ પણ પામે. ૨૧૦.
અન્વયાર્થઃ– [असमग्रं] અપૂર્ણ [रत्नत्रयम्] રત્નત્રયની [भावयतः] ભાવના કરનાર પુરુષને [यः] જે [कर्मबन्धः] શુભ કર્મનો બંધ [अस्ति] થાય છે, [सः] તે બંધ [विपक्षकृतः] વિપક્ષકૃત અથવા રાગકૃત હોવાથી [अवश्यं] અવશ્ય જ [बन्धनोपायः] બંધનો ઉપાય છે, [मोक्षोपायः न] મોક્ષનો ઉપાય નથી.
ટીકાઃ– ‘असमग्रं रत्नत्रयं भावयतः यः कर्मबंधः अस्ति सः विपक्षकृतः रत्नत्रयं तु मोक्षोपायः अस्ति न बन्धनोपायः।’ અર્થઃ–એકદેશરૂપ રત્નત્રયનું પાલન કરનાર પુરુષને જે કર્મબંધ થાય છે તે રત્નત્રયથી નથી થતો, પણ રત્નત્રયનો વિપક્ષ જે રાગદ્વેષ છે તેનાથી થાય છે. તે રત્નત્રય તો વાસ્તવમાં મોક્ષનો ઉપાય છે, બંધનો ઉપાય નથી.
ભાવાર્થઃ– સમ્યગ્દ્રષ્ટિ જીવ જે એકદેશ રત્નત્રય ધારણ કરે છે તેને જે કર્મબંધ થાય છે તે રત્નત્રયથી નથી થતો પણ તેનો જે શુભકષાય છે તેનાથી જ થાય છે. આથી એમ સિદ્ધ થયું કે કર્મબંધ કરનાર શુભકષાય છે પણ રત્નત્રય નથી. ૨૧૧.