૧૭૨ ] [ પુરુષાર્થસિદ્ધિઉપાય પ્રગટ થાય છે. –આ રીતે આ મોહનીયકર્મની ૨પ પ્રકૃતિ જ જીવને રાગદ્વેષ થવામાં નિમિત્તકારણ છે.
એમાંથી અનંતાનુબંધી ક્રોધ અને માન, અપ્રત્યાખ્યાનાવરણીય ક્રોધ અને માન, પ્રત્યાખ્યાનાવરણીય ક્રોધ અને માન, સંજ્વલન ક્રોધ અને માન–એ આઠ અને અરતિ, શોક, ભય, જુગુપ્સા–કુલ એ બાર પ્રકૃતિ તો દ્વેષરૂપ પરિણમનમાં કારણ છે તથા બાકી રહેલી તેર પ્રકૃતિઓ રાગરૂપ પરિણમનમાં કારણ છે. આ રીતે આ જીવ અનાદિકાળથી પચીસ કષાયોને જ વશીભૂત થઈને નિત્ય અનેક દુષ્કર્મો કરતો થકો સંસારસાગરમાં ભ્રમણ કરી રહ્યો છે માટે આઠે કર્મોમાં આ મોહનીય કર્મને સર્વથી પહેલાં જીતવું જોઈએ. જ્યાં સુધી મોહનીય કર્મનો પરાજય ન થાય ત્યાં સુધી બાકીનાં કર્મોનો પરાજય થઈ શકતો નથી. તેથી સૌથી પહેલાં સમ્યગ્દર્શન પ્રાપ્ત કરીને દર્શનમોહનો નાશ કરવો. સમ્યગ્જ્ઞાન વડે જ્ઞાનાવરણનો નાશ અને સમ્યગ્ચારિત્રવડે ચારિત્રમોહનીયનો નાશ કરી સમ્યક્રત્નત્રય પ્રાપ્ત કરવાં જોઈએ. જ્યારે કોઈ પણ જીવ આ ક્રમે કર્મોનો નાશ કરી આત્માના ગુણોનો વિકાસ કરશે ત્યારે જ તે પોતાના ધ્યેયને પ્રાપ્ત કરી શકે છે. ૨૧૪.
दर्शनबोधचरित्रं न योगरूपं कषायरूपं च।। २१५।।
અન્વયાર્થઃ– [प्रदेशबन्धः] પ્રદેશબંધ [योगात्] મન, વચન, કાયાના વ્યાપારથી [तु] અને [स्थितिबन्धः] સ્થિતિબંધ [कषायात्] ક્રોધાદિ કષાયોથી [भवति] થાય છે, પરંતુ [दर्शनबोधचरित्रं] સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન, સમ્યક્ચારિત્રરૂપ રત્નત્રય [न] ન તો [योगरूपं] યોગરૂપ છે [च] અને ન [कषायरूपं] કષાયરૂપ પણ છે.
ટીકાઃ– ‘योगात् प्रदेशबन्धः भवति तु कषायात् स्थितिबन्धः भवति यतः दर्शनबोधचरित्रं योगरूपं च कषायरूपं न भवति।’ અર્થઃ–મન, વચન, કાયાના ત્રણ યોગથી પ્રદેશબંધ અને પ્રકૃતિબંધ થાય છે તથા ક્રોધાદિ કષાયોથી સ્થિતિબંધ અને અનુભાગબંધ થાય છે. અહીં શ્લોકમાં જોકે પ્રકૃતિબંધ અને અનુભાગબંધ ગણાવ્યા નથી તોપણ ઉપલક્ષણથી ગ્રહણ થઈ જાય છે. સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન, સમ્યક્ચારિત્ર એ ત્રણે ન તો યોગરૂપ છે અને ન કષાયરૂપ પણ છે. તેથી રત્નત્રય કર્મબંધનું કારણ થઈ શકતાં નથી.