પુરુષાર્થસિદ્ધિઉપાય ] [ ૧૭૩
ભાવાર્થઃ– બંધ ચાર પ્રકારના છે–પ્રકૃતિબંધ, પ્રદેશબંધ, સ્થિતિબંધ, અનુભાગબંધ. આમાંથી પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ યોગથી થાય છે તથા સ્થિતિબંધ અને અનુભાગબંધ કષાયોથી થાય છે. હવે આ ચારે બંધોનું સ્વરૂપ કહે છે. ૧. પ્રકૃતિબંધ–પ્રકૃતિ નામ સ્વભાવનું છે. કર્મોની મૂળ–પ્રકૃતિ આઠ અને ઉત્તર–પ્રકૃતિ એકસોઅડતાલીસ છે, જેમ કે જ્ઞાનાવરણીય કર્મનો સ્વભાવ પડદા સમાન છે. જે વસ્તુ ઉપર પડદો ઢંકાયો હોય તે પડદો તે વસ્તુનું જ્ઞાન ન થવામાં કારણ છે, તેવી જ રીતે જ્યાંસુધી આત્માની સાથે જ્ઞાનાવરણીય કર્મરૂપી પડદો હોય ત્યાંસુધી તે આત્માને પદાર્થોનું સમ્યગ્જ્ઞાન ન થવામાં કારણ છે.
દર્શનાવરણીય કર્મનો સ્વભાવ દરબારી જેવો છે. જેમ દરબારી રાજાનું દર્શન થવા દેતો નથી તેમ દર્શનાવરણીય કર્મ આત્માને સ્વ–પર પદાર્થોનું દર્શન થવા દેતું નથી.
વેદનીય કર્મનો સ્વભાવ મધ ચોપડેલી તલવાર જેવો છે. જેમ તે તલવાર ચાટવાથી મીઠી લાગે છે પણ તે જીભને કાપી નાખે છે. તેમ વેદનીય કર્મ પણ પહેલાં થોડા સમય સુધી સુખરૂપ લાગે છે, પછી તે જ દુઃખ આપનાર બની જાય છે.
મોહનીય કર્મનો સ્વભાવ મદિરા જેવો છે. જેમ મદિરા પીવાથી મનુષ્યને પોતાના મનુષ્યપણાનું ભાન રહેતું નથી તેવી જ રીતે આ મોહનીય કર્મમાં જોડાવાથી આત્મા પોતાનું સ્વરૂપ ભૂલી પર પદાર્થોમાં પોતાપણું, કર્તા–ભોક્તા, સ્વામીપણું માને છે.
આયુકર્મનો સ્વભાવ હેડબેડી સહિત જેલ સમાન છે. જેમ જે માણસ જ્યાંસુધી જેલમાં છે ત્યાંસુધી તે માણસ ત્યાંથી કયાંય પણ જઈ શકતો નથી તેવી જ રીતે જે જીવે જે આયુકર્મનો બંધ કર્યો છે તે આયુ જ્યાંસુધી પૂર્ણ ન થાય ત્યાંસુધી તેને તે જ ગતિમાં રહેવું પડે છે.
નામકર્મનો સ્વભાવ ચિત્રકાર સમાન છે. જેમ ચિત્રકાર જુદી જુદી જાતના અર્થાત્ કોઈવાર મનુષ્યનું, કોઈવાર ઘોડાનું, કોઈવાર હાથીનું ચિત્ર બનાવે છે, તેવી જ રીતે નામકર્મ પણ આ જીવને કોઈવાર માણસ બનાવે છે, કોઈવાર ઘોડો બનાવે છે, કોઈવાર કાણો, કોઈવાર બહેરો, કોઈવાર લૂલો ઇત્યાદિ પ્રકારે અનેકરૂપ બનાવે છે.
ગોત્રકર્મનો સ્વભાવ કુંભાર જેવો છે, જેમ કુંભાર કોઈવાર નાનું વાસણ બનાવે છે અને કોઈવાર મોટું વાસણ બનાવે છે, તેમ ગોત્રકર્મ પણ આ જીવને કોઈવાર ઉચ્ચ કુળમાં અને કોઈવાર નીચ કુળમાં પેદા કરે છે.
અન્તરાયકર્મનો સ્વભાવ ભંડારી જેવો છે. જેમ રાજા કોઈને કાંઈક ઈનામ