૮ ] [ પુરુષાર્થસિદ્ધિઉપાય
અન્વયાર્થઃ– [इह] આ ગં્રથમાં[निश्चयं] નિશ્ચયનયને [भूतार्थ] ભૂતાર્થ અને [व्यवहारं] વ્યવહારનયને[अभूतार्थ] અભૂતાર્થ [वर्णयन्ति] વર્ણન કરે છે. [प्रायः] ઘણું કરીને [भूतार्थबोधविमुखः] ભૂતાર્થ અર્થાત્ નિશ્ચયનયના જ્ઞાનથી વિરુદ્ધ જે અભિપ્રાય છે, તે [सर्वोऽपि] બધોય [संसार] સંસાર સ્વરૂપ છે.
ટીકાઃ– ‘इह निश्चयं भूतार्थ व्यवहारं अभूतार्थ वर्णयन्ति’ આચાર્ય આ બન્ને નયોમાં નિશ્ચયનયને ભૂતાર્થ કહે છે અને વ્યવહારનયને અભૂતાર્થ કહે છે.
ભાવાર્થઃ– ભૂતાર્થ નામ સત્યાર્થનું છે. ભૂત એટલે જે પદાર્થમાં હોય તે અને અર્થ એટલે ‘ભાવ.’ તેને જે પ્રકાશે, બીજી કલ્પના ન કરે તેને ‘ભૂતાર્થ’ કહીએ. જેમ કે સત્યવાદી સત્ય જ કહે, કલ્પના કરીને કહે નહિ. તે જ બતાવીએ છીએ. જોકે જીવ અને પુદ્ગલનો અનાદિથી એકક્ષેત્રાવગાહ સંબંધ છે, બન્ને મળેલા જેવા દેખાય છે તોપણ નિશ્ચયનય આત્મદ્રવ્યને શરીરાદિ પર દ્રવ્યોથી ભિન્ન જ પ્રકાશે છે. તે જ ભિન્નતા મુક્તિ દશામાં પ્રગટ થાય છે. માટે નિશ્ચયનય સત્યાર્થ છે.
વળી અભૂતાર્થ નામ અસત્યાર્થનું છે. અભૂત એટલે જે પદાર્થમાં ન હોય તે અર્થ એટલે ભાવ, તેને જે પ્રકાશે અનેક કલ્પના કરે તેને અભૂતાર્થ કહીએ. જેમ જૂઠું બોલનાર માણસ જરાપણ કારણનું બહાનું– છળ પામે તો અનેક કલ્પના કરી તાદશ કરી બતાવે. તે જ કહીએ છીએ. જોકે જીવ અને પુદ્ગલની સત્તા ભિન્ન છે, સ્વભાવ ભિન્ન છે, પ્રદેશ ભિન્ન છે તોપણ એકક્ષેત્રાવગાહ સંબંધનું છળ (બ્હાનું) પ્રાપ્ત કરીને ‘‘આત્મદ્રવ્યને શરીરાદિ પરદ્રવ્યથી એકપણું કહે છે,’’ મુક્ત દશામાં પ્રગટ ભિન્નતા થાય છે એમ વ્યવહારનય પોતે જ ભિન્ન ભિન્ન પ્રકાશવાને તૈયાર થાય છે. તેથી વ્યવહારનય અસત્યાર્થ છે. प्रायः भूतार्थबोधमुखः सर्वोऽपि संसारः– અતિશયપણે સત્યાર્થ જે નિશ્ચયનય તેના જાણપણાથી ઉલટો જે પરિણામ (અભિપ્રાય) તે બધોય સંસાર સ્વરૂપ છે.
ભાવાર્થઃ– સંસાર કોઈ જુદો પદાર્થ નથી. આ આત્માના પરિણામ નિશ્ચયનયના શ્રદ્ધાનથી વિમુખ થઈ, શરીરાદિ પરદ્રવ્ય સાથે એકત્વ શ્રદ્ધાનરૂપ પ્રવર્તે તેનું જ નામ સંસાર. તેથી જે સંસારથી મુક્ત થવા ઈચ્છે છે તેણે શુદ્ધનયની સન્મુખ રહેવું યોગ્ય છે.
તે જ બતાવીએ છીએ. જેમ ઘણા મનુષ્ય કાદવના સંયોગથી જેનું નિર્મળપણું આચ્છાદિત થયું છે એવા સમળ જળને જ પીએ છે અને કોઈ પોતાના હાથવડે