Purusharth Siddhi Upay (Gujarati). Shlok: 7.

< Previous Page   Next Page >


Page 10 of 186
PDF/HTML Page 22 of 198

 

૧૦ ] [ પુરુષાર્થસિદ્ધિઉપાય આશીર્વાદ અંગીકાર કરે છે. તેમ અજ્ઞાની જીવોને આચાર્યે ‘આત્મા’ એવા શબ્દ વડે ઉપદેશ કર્યો. ત્યારે તેને કાંઈ સમજણ ન પડવાથી આચાર્ય તરફ જોઈ રહ્યો. ત્યાં નિશ્ચયવ્યવહારનયના જાણનાર આચાર્યે વ્યવહારનય વડે ભેદ ઉપજાવીને કહ્યું કે–જે આ દેખનાર, જાણનાર, આચરણ કરનાર પદાર્થ છે તે જ આત્મા છે, ત્યારે સહજ પરમાનંદ દશાને પ્રાપ્ત થઈ તે આત્માને નિજ સ્વરૂપ વડે અંગીકાર કરે છે. આ રીત આ સદ્ભૂત વ્યવહારનયનું ઉદાહરણ આપ્યું.

હવે અસદ્ભૂત વ્યવહારનયનું ઉદાહરણ કહીએ છીએ. જેમ માટીનો ઘડો ઘીથી સંયુક્ત છે તેને વ્યવહારે ઘીનો ઘડો કહીએ છીએ. અહીં કોઈ પુરુષ જન્મથી ઘીનો ઘડો જાણે છે. જો કોઈ તેને ઘીનો ઘડો કહીને સમજાવે તો સમજે અને જો માટીનો ઘડો કહે તો બીજા કોઈ કોરા ઘડાનું નામ સમજે છે. નિશ્ચયથી વિચારીએ તો ઘડો છે તે માટીનો જ છે, પરંતુ તેને સમજાવવા માટે ‘ઘીનો ઘડો’ એવા નામ વડે કહીએ છીએ. તેમ ચૈતન્યસ્વરૂપ આત્મા કર્મજનિત પર્યાયથી સંયુક્ત છે તેને વ્યવહારથી દેવ, મુનષ્ય ઈત્યાદિ નામથી કહીએ છીએ. અહીં અજ્ઞાની અનાદિથી તે આત્માને દેવ, મનુષ્ય ઇત્યાદિ સ્વરૂપ જ જાણે છે. જો કોઈ એને દેવ, મનુષ્ય વગેરે નામથી સંબોધીને સમજાવે તો સમજે અને ચૈતન્યસ્વરૂપ આત્માનું નામ કહે તો બીજા કોઈ પરમબ્રહ્મ, પરમેશ્વરનું નામ સમજે. નિશ્ચયથી વિચારીએ તો આત્મા છે તે ચૈતન્યસ્વરૂપ જ છે. પરંતુ એને સમજાવવા માટે આચાર્ય ગતિ, જાતિના ભેદ વડે જીવનું નિરૂપણ કરે છે. આ રીતે અજ્ઞાની જીવોને જ્ઞાન ઉપજાવવા માટે આચાર્ય વ્યવહારનો ઉપદેશ કરે છે. અહીં માત્ર વ્યવહાર ‘एवं अवैति तस्य देशना नास्ति’– જે જીવ કેવળ વ્યવહારની જ શ્રદ્ધા કરે છે તેને માટે ઉપદેશ નથી.

ભાવાર્થઃ– નિશ્ચયનયની શ્રદ્ધા વિના કેવળ વ્યવહાર માર્ગમાં જ જે પ્રવર્તે તે મિથ્યાદ્રષ્ટિને ઉપદેશ કરવો નિષ્ફળ છે. ૬.

આગળ કેવળ વ્યવહારનયનું શ્રદ્ધાન થવાનું કારણ બતાવે છે–

माणवक
एव सिंहो यथा भवत्यनवगीत सिंहस्य।
व्यवहार एव हि तथा निश्चयतां यात्यनिश्चयज्ञस्य।। ७।।

અન્વયાર્થઃ– [यथा] જેમ[अनवगीत सिंहस्य] સિંહને સર્વથા ન જાણનાર પુરુષને [माणवकः] બિલાડી [एव][सिंहः] સિંહરૂપ [भवति] થાય છે, [हि]