Purusharth Siddhi Upay (Gujarati). Shlok: 11.

< Previous Page   Next Page >


Page 16 of 186
PDF/HTML Page 28 of 198

 

૧૬ ] [ પુરુષાર્થસિદ્ધિઉપાય રીતે જે જે ભાવ અનુભવવા યોગ્ય હોય તેને ભાવ્ય કહીએ. અનુભવ કરનાર પદાર્થને ભાવક કહીએ. આવો ભાવ્યભાવકસંબંધ જ્યાં હોય ત્યાં ભોક્તાભોગ્યસંબંધ સંભવે, બીજી જગ્યાએ ન સંભવે. ૧૦.

આ રીતે આ અશુદ્ધ આત્માને અર્થસિદ્ધિ કયારે થાય અને અર્થસિદ્ધિ કોને કહેવાય તે આગળ કહે છે–

सर्वविवर्त्तोतीर्णं यदा स चैतन्यमचलमाप्नोति।
भवति तदा कृतकृत्यः सम्यक्पुरुषार्थसिद्धिमापन्नः।। ११।।

અન્વયાર્થઃ– [यदा] જ્યારે [सः] ઉપર્યુક્ત અશુદ્ધ આત્મા [सर्वविवर्त्तोत्तीर्णं] સર્વ વિભાવોથી પાર થઈને [अचलं] પોતાના નિષ્કમ્પ [चैतन्यं] ચૈતન્ય સ્વરૂપને [आप्नोति] પ્રાપ્ત થાય છે [तदा] ત્યારે આ આત્મા તે [सम्यक्पुरुषार्थसिद्धिम्] સમ્યક્પણે પુરુષાર્થના પ્રયોજનની સિદ્ધિને [आपन्नः] પ્રાપ્ત થતો થકો [कृतकृत्यः] કૃતકૃત્ય [भवति] થાય છે.

ટીકાઃ– ‘स यदा सर्वविवर्त्तोत्तीर्णं चैतन्यमचलमाप्नोति तदा कृतकृत्यः भवति’– રાગાદિ ભાવોથી લિપ્ત તે જ આત્મા જ્યારે સર્વ વિભાવથી પાર થઈ પોતાના ચૈતન્યસ્વરૂપ આત્માને નિઃશંકપણે પ્રાપ્ત થાય ત્યારે આ જ આત્મા કૃતકૃત્ય થાય છે. કેવો છે આ આત્મા? ‘सम्यक्पुरुषार्थसिद्धिमापन्नः’– સમ્યક્ પ્રકારે પુરુષાર્થની સિદ્ધિને પ્રાપ્ત થયો છે.

ભાવાર્થઃ– જ્યારે આ આત્મા સ્વ–પર ભેદવિજ્ઞાન વડે શરીરાદિ પરદ્રવ્યને જુદા જાણે ત્યારે તેમાં ‘‘આ ભલા–ઈષ્ટ, આ બૂરા’’ એવી બુદ્ધિનો ત્યાગ કરે. કારણ કે જે કાંઈ ભલું કે બૂરું થાય છે તે તો પોતાના પરિણામોથી જ થાય છે, પરદ્રવ્યના કરવાથી ભલું–બૂરું થતું નથી. તેથી સર્વ પરદ્રવ્યોમાં રાગદ્વેષ ભાવનો ત્યાગ કરે. જો અવશપણે (–પુરુષાર્થની નિર્બળતાથી) રાગાદિ ઊપજે તો તેના નાશના માટે અનુભવ–અભ્યાસમાં ઉદ્યમવંત રહે. આમ કરતાં જ્યારે સર્વ વિભાવભાવનો નાશ થાય, અક્ષુબ્ધ સમુદ્રવત્ શુદ્ધાત્મસ્વરૂપમાં લવણવત્ પરિણામ લીન થાય, ધ્યાતાધ્યેયનો વિકલ્પ ન રહે, એમ ન જાણે કે હું શુદ્ધાત્મસ્વરૂપને ધ્યાવું છું, પોતે જ તાદાત્મ્યવૃત્તિથી શુદ્ધાત્મસ્વરૂપ થઈ નિષ્કંપપણે પરિણમે, તે વખતે આ આત્માને જે કાંઈ કરવાનું હતું તે કરી લીધું, કાંઈ કરવાનું હવે બાકી રહ્યું નહિ તેથી એને