પુરુષાર્થસિદ્ધિઉપાય ] [ ૧૭ કૃતકૃત્ય કહીએ છીએ. તેની અવસ્થામાં પુરુષાર્થની સિદ્ધિ થઈ. પુરુષનો જે અર્થ અર્થાત્ પ્રયોજનરૂપ કાર્ય તેની જે સિદ્ધિ થવાની હતી તે થઈ ગઈ. આવી અવસ્થાને જે પ્રાપ્ત થયો તે આત્માને કૃતકૃત્ય કહીએ છીએ. ૧૧.
આગળ પુરુષાર્થસિદ્ધિનો ઉપાય કહેવા ઈચ્છે છે ત્યાં પ્રથમ પરદ્રવ્યના સંબંધનું કારણ કહે છે, જે જતાં જે કંઈ ઉપાય કરવામાં આવે છે તે કહે છેઃ–
स्वयमेव परिणमन्तेऽत्र पुद्गलाः कर्मभावेन।। १२।।
અન્વયાર્થઃ– [जीवकृतं] જીવના કરેલા [परिणामं] રાગાદિ પરિણામને [निमित्तमात्रं] નિમિત્તિમાત્ર [प्रपद्य] પામીને [पुनः] ફરી [अन्ये पुद्गलाः] જીવથી ભિન્ન અન્ય પુદ્ગલ સ્કન્ધ [अत्र] આત્મામાં [स्वयमेव] પોતાની મેળે જ [कर्मभावेन] જ્ઞાનાવરણાદિ કર્મરૂપ [परिणमन्ते] પરિણમે છે.
ટીકાઃ– ‘‘जीवकृतं परिणामं निमित्तमात्रं प्रपद्य पुनः अन्ये पुद्गलाः स्वयमेव कर्मभावेन परिणमन्ते।’’ જીવે કરેલા જે રાગાદિ પરિણામ તેને નિમિત્તમાત્ર પામીને નવા અન્ય પુદ્ગલસ્કંધ સ્વયમેવ જ્ઞાનાવરણાદિ કર્મરૂપ થઈ પરિણમે છે.
ભાવાર્થઃ– જ્યારે જીવ રાગદ્વેષમોહભાવે પરિણમે છે ત્યારે તે ભાવોનું નિમિત્ત પામી પોતે જ પુદ્ગલ દ્રવ્ય કર્મઅવસ્થાને ધારણ કરે છે. વિશેષ એટલું કે જો આત્મા દેવ–ગુરુ–ધર્માદિક પ્રશસ્ત રાગરૂપે પરિણમે તો શુભકર્મનો બંધ થાય.
પ્રશ્નઃ– જીવના ભાવ મહા સૂક્ષ્મરૂપ છે તેની ખબર જડકર્મને કેવી રીતે પડે? અને ખબર વિના કેવી રીતે પુણ્ય–પાપરૂપે થઈને પરિણમે છે?
ઉત્તરઃ– જેમ મંત્રાસાધક પુરુષ બેઠો બેઠો ગુપ્તપણે મંત્ર જપે છે, તેમ મંત્રના નિમિત્તથી એના કર્યા વિના જ કોઈને પીડા ઊપજે છે, કોઈનું મરણ થાય છે, કોઈનું ભલું થાય છે, કોઈ વિટંબણારૂપ પરિણમે છે–એવી એ મંત્રમાં શક્તિ છે. તેનું નિમિત્ત પામી ચેતન–અચેતન પદાર્થ પોતે જ અનેક અવસ્થા ધારણ કરે છે. તેવી રીતે અજ્ઞાની જીવ પોતાના અંતરંગમાં વિભાવભાવરૂપે પરિણમે છે. તે ભાવનું નિમિત્ત પામીને એના કર્યા સિવાય જ કોઈ પુદ્ગલ પુણ્યપ્રકૃતિરૂપે પરિણમે છે, કોઈ પાપરૂપ પરિણમે છે એવી એના ભાવોમાં શક્તિછે. તેનું નિમિત્ત પામીને પુદ્ગલ પોતે જ અનેક અવસ્થા ધારણ કરે છે. એવો જ નિમિત્તનૈમિત્તિક સંબંધ છે. ૧૨.