૧૮ ] [ પુરુષાર્થસિદ્ધિઉપાય
આ જીવને જે વિભાવભાવ થાય છે તે પોતાથી જ થાય છે વા એનું પણ નિમિત્ત કારણ છે એ પ્રશ્નનો ઉત્તર આગળ કહેશે.
भवति हि निमित्तमात्रं पौद्गलिकं कर्म तस्यापि।। १३।।
અન્વયાર્થઃ– [हि] નિશ્ચયથી [स्वकैः] પોતાના [चिदात्मकैः] ચેતનાસ્વરૂપ [भावैः] રાગાદિ પરિણામોથી [स्वयमपि] પોતે જ [परिणममानस्य] પરિણમતા [तस्य चितः अपि] પૂર્વોક્ત આત્માને પણ [पौद्गलिकं] પુદ્ગલ સંબંધી [कर्म] જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મ [निमित्तमात्रं] નિમિત્ત માત્ર [भवति] થાય છે.
ટીકાઃ– ‘हि चिदात्मकैः स्वकैर्भावैः परिणममानस्य तस्य चितः अपि पौद्गलिकं कर्म निमित्तमात्रं भवति’– નિશ્ચયથી ચૈતન્યસ્વરૂપ પોતાના રાગાદિ પરિણામરૂપે પરિણમેલા તે પૂર્વોક્ત આત્માને પણ પૌદ્ગલિક જ્ઞાનાવરણાદિ કર્મ નિમિત્તમાત્ર થાય છે.
ભાવાર્થઃ– આ જીવને રાગાદિ વિભાવભાવ પોતાથી જ (સ્વદ્રવ્યના આલંબનથી) થતા નથી. જો પોતાથી જ થાય તો તે જ્ઞાન–દર્શનની જેમ સ્વભાવભાવ થઈ જાય. સ્વભાવભાવ હોય તો તેનો નાશ પણ ન થાય. તેથી એ ભાવ ઔપાધિક છે, અન્ય નિમિત્તથી થાય છે. તે નિમિત્ત જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મોને જાણવું. જે જે પ્રકારે દ્રવ્યકર્મ ઉદય અવસ્થારૂપે પરિણમે તે તે પ્રકારે આત્મા વિભાવભાવરૂપે પરિણમે છે.
પ્રશ્નઃ– પુદ્ગલમાં એવી કઈ શક્તિ છે કે જે ચૈતન્યને વિભાવરૂપે પરિણમાવે છે.?
ઉત્તરઃ– જેમ કોઈ મનુષ્યના શિર ઉપર મંત્રેલી રજ નાખી હોય તો તે રજના નિમિત્ત દ્વારા તે પુરુષ પોતાને ભૂલી નાના પ્રકારની વિપરીત ચેષ્ટા કરે છે. મંત્રના નિમિત્તે રજમાં એવી શક્તિ હોય છે કે જે બુદ્ધિમાન મનુષ્યને વિપરીત ૧પરિણમાવે છે. તેવી જ રીતે આ આત્માના પ્રદેશોમાં રાગાદિના નિમિત્તે બંધાયેલાં પુદ્ગલોના નિમિત્તે આ આત્મા પોતાને ભૂલીને નાના પ્રકારના વિપરીત ભાવોરૂપે પરિણમે છે. એના વિભાવભાવોના નિમિત્તે પુદ્ગલમાં એવી શક્તિ હોય છે કે જે ચૈતન્યપુરુષને વિપરીત _________________________________________________________________
૧. દરેક દ્રવ્ય સ્વદ્રવ્ય–ક્ષેત્ર–કાળ અને ભાવથી છે, પર દ્રવ્યાદિનો તેમાં સદાય અભાવ જ છે. તેથી કોઈ કોઈને પરિણમાવી શકતું નથી, છતાં જીવની તે પ્રકારે પરિણમવાની યોગ્યતા કાળે બાહ્યમાં કઈ સામગ્રીને નિમિત્ત બનાવવામાં આવી તેનું જ્ઞાન કરાવવા માટે અસદ્ભૂત વ્યવહારનયથી નિમિત્તને કર્ત્તા કહેવામાં આવે છે, વ્યવહાર કથનની રીત આમ છે એમ જાણવું જોઈએ.