પુરુષાર્થસિદ્ધિઉપાય ] [ ૨૧
यत्तस्मादविचलनं स एव पुरुषार्थसिद्धयुपायोऽयम्।। १५।।
અન્વયાર્થઃ– [विपरीताभिनिवेशं] વિપરીત શ્રદ્ધાનનો [निरस्य] નાશ કરીને [निजतत्त्वम्] નિજસ્વરૂપને [सम्यक्] યથાર્થપણે [व्यवस्य] જાણીને [यत्] જે [तस्मात्] તે પોતાના સ્વરૂપમાંથી [अविचलनं] ભ્રષ્ટ ન થવું [स एव] તે જ [अयं] આ [पुरुषार्थ– सिद्धयुपायः] પુરુષાર્થસિદ્ધિનો ઉપાય છે.
ટીકાઃ– ‘‘यत्विपरीताभिनिवेशं निरस्य सम्यक् निजतत्त्वं व्यवस्य तत् तस्मात् अविचलनं स एव अयं पुरुषार्थसिद्धयुपायः।’’– જે વિપરીત શ્રદ્ધાનનો નાશ કરી યથાર્થપણે નિજસ્વરૂપને જાણે અને તે પોતાના સ્વરૂપમાંથી ભ્રષ્ટ ન થાય તે જ પુરુષાર્થસિદ્ધિ થવાનો ઉપાય છે.
ભાવાર્થઃ– પૂર્વે જે કહ્યું હતું કે સંસારના બીજભૂત કર્મજનિત પર્યાયને આત્માપણે– પોતારૂપે જાણવું તેનું જ નામ વિપરીત શ્રદ્ધાન કહીએ છીએ. તેનો મૂળમાંથી નાશ કરવો તે સમ્યગ્દર્શન છે. કર્મજનિત પર્યાયથી ભિન્ન શુદ્ધ ચૈતન્યસ્વરૂપને યથાર્થપણે જાણવું તે સમ્યગ્જ્ઞાન છે અને કર્મજનિત પર્યાયોથી ઉદાસીન થઈ સ્વરૂપમાં અકંપ–સ્થિર રહેવું તે સમ્યક્ ચારિત્ર છે. એ ત્રણે ભાવોનો સમૂહ તે જ આ જીવને કાર્ય સિદ્ધ થવાનો ઉપાય છે, બીજો કોઈ ઉપાય સર્વથા નથી ૧પ.
જે આ ઉપાયમાં લાગે છે તેમનું વર્ણન આગળ કરે છે–
एकान्तविरतिरुपा भवति मुनीनामलौकिकी वृत्तिः।। १६।।
અન્વયાર્થઃ– [एतत् पद्म अनुसरतां] આ રત્નત્રયરૂપ પદવીને અનુસરનાર અર્થાત્ પ્રાપ્ત કરેલ [मुनीनां] મહામુનિઓની [वृत्तिः] વૃત્તિ [करम्बिताचारनित्यनिरभिमुखा] પાપક્રિયા મિશ્રિત આચારોથી સર્વથા પરાઙ્મુખ તથા [एकान्तविरतिरुपा] પરદ્રવ્યોથી સર્વદા ઉદાસીનરૂપ અને [अलौकिकी] લોકથી વિલક્ષણ પ્રકારની [भवति] હોય છે.