૨૨ ] [ પુરુષાર્થસિદ્ધિઉપાય
ટીકાઃ– ‘‘एतत्पदं अनुसरतां मुनीनां वृत्तिः अलौकिकी भवति’’– આ રત્નત્રયરૂપ પદવીને પ્રાપ્ત થયેલા જે મહામુનિઓ છે તેમની રીત લોકરીતિને મળતી આવતી નથી. તે જ કહીએ છીએ. લોકો પાપક્રિયામાં આસક્ત થઈ પ્રવર્તે છે, મુનિ પાપક્રિયાનું ચિંતવન પણ કરતા નથી. લોકો અનેક પ્રકારે શરીરની સંભાળ રાખે, પોષે છે, મુનિ અનેક પ્રકારે શરીરને પરીષહ ઉપજાવે છે અને પરીષહ સહે છે. વળી લોકોને ઈન્દ્રિયવિષયો બહુ મીઠા લાગે છે, મુનિ વિષયોને હળાહળ ઝેર સમાન જાણે છે.
લોકોને પોતાની પાસે માણસોનો સંગ–સમુદાય ગમે છે. મુનિ બીજાનો પણ સંયોગ થતાં ખેદ માને છે. લોકોને વસ્તી ગમે છે, મુનિને નિર્જન સ્થાન સારું લાગે છે. કયાંસુધી કહીએ? મહા મુનીશ્વરોની રીત લોકોની રીતથી ઊલટા રૂપે હોય છે. કેવી છે મુનીશ્વરોની પ્રવૃત્તિ? ‘करम्बिताचार नित्यनिरभिमुखा’– પાપક્રિયા સહિતના આચારથી પરાઙ્મુખ છે. જેમ શ્રાવકનો આચાર પાપક્રિયાથી મિશ્રિત છે, તેમ મુનીશ્વરોના આચારમાં પાપનો મેળાપ નથી અથવા કરંબિત એટલે કર્મજનિત ભાવમિશ્રિત જે આચરણ તેમાં પરાઙ્મુખ છે, કેવળ નિજસ્વરૂપને અનુભવે છે તે માટે એકાંત વિરતિરૂપા એટલે સર્વથા પાપક્રિયાના ત્યાગસ્વરૂપ છે અથવા એક નિજસ્વભાવના અનુભવ વડે સર્વથા પરદ્રવ્યોથી ઉદાસીન સ્વરૂપ છે. રત્નત્રયના ધારક મહામુનિઓની એવી પ્રવૃત્તિ છે. ૧૬.
तस्यैक देशविरतिः कथनीयानेन बीजेन।। १७।।
અન્વયાર્થઃ– [यः] જે જીવ [बहुशः] વારંવાર [प्रदर्शितां] બતાવેલી [समस्तविरतिं] સકળ પાપરહિત મુનિવૃત્તિને [जातु] કદાચ [न गृह्णाति] ગ્રહણ ન કરે તો [तस्य] તેને [एकदेशविरतिः] એકદેશ પાપક્રિયા રહિત ગૃહસ્થાચાર [अनेन बीजेन] આ હેતુથી [कथनीया] સમજાવે અર્થાત્ કહે.
ટીકાઃ– ‘‘यउ बहुशः प्रदर्शितां समस्तविरतिं न जातु गृह्णाति तस्य एकदेशविरतिः अनेन बीजेन कथनीया।’’– જે જીવ વારંવાર ઉપદેશ વડે બતાવવામાં આવેલ સકલ પાપરહિત મહાવ્રતની ક્રિયા તેને કદાચ ગ્રહણ ન કરે તો તે જીવને એકદેશ પાપરહિત શ્રાવક–ક્રિયા આ રીતે કહેવી.