૨૬ ] [ પુરુષાર્થસિદ્ધિઉપાય
ટીકાઃ– ‘‘तत्र आदौ अखिलयत्नेन सम्यक्त्वं समुपाश्रणीयम्’’– એ ત્રણેમાં પહેલાં સમસ્ત ઉપાયો વડે જો બને તો સમ્યગ્દર્શન અંગીકાર કરવું. એ પ્રાપ્ત થતાં અવશ્ય મોક્ષપદ પ્રાપ્ત થાય છે. એના વિના સર્વથા મોક્ષ થતો નથી. વળી તે સ્વરૂપપ્રાપ્તિનું અદ્વિતીય કારણ છે. માટે એને અંગીકાર કરવામાં પ્રમાદી ન રહેવું. મરીને પણ આ કાર્યજેમ બને તેમ કરવું વધારે શું કહીએ? આ જીવનું ભલું થવાનો ઉપાય એક સમ્યગ્દર્શન સમાન કોઈ નથી. માટે તેને અવશ્ય અંગીકાર કરવું. પહેલાં એને અંગીકાર કરવાનું કારણ શું છે તે કહે છે. ‘‘यतः तस्मिन् सति एव ज्ञानं च चरित्रं भवति’’– તે સમ્યગ્દર્શન થતાં જ સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્ર થાય છે.
ભાવાર્થઃ– સમ્યકત્વ વિના અગિયાર અંગ સુધી ભણે તોપણ તે અજ્ઞાન નામ પામે. વળી મહાવ્રતાદિકનું સાધન કરી અન્તિમ ગ્રૈવેયક સુધીના બંધયોગ્ય વિશુદ્ધ પરિણામ કરે તોપણ અસંયમ નામ પામે. પણ સમ્યકત્વ સહિત જે કાંઈ જાણપણું હોય તે બધું સમ્યગ્જ્ઞાન નામ પામે અને જો થોડા પણ ત્યાગરૂપ પ્રવર્તે તો સમ્યક્ચારિત્ર નામ પામે. જેમ અંકસહિત શૂન્ય હોય તો પ્રમાણમાં આવે, અંક વિના શૂન્ય શૂન્ય જ છે, તેમ સમ્યકત્વ વિના જ્ઞાન અને ચારિત્ર વ્યર્થ જ છે. માટે પહેલાં સમ્યકત્વ અંગીકાર કરી પછી બીજું સાધન કરવું. ૨૧.
આમ જો સમ્યકત્વનું લક્ષણ જાણીએ તો તેને અંગીકાર કરીએ. માટે તે સમ્યકત્વનું લક્ષણ કહે છેઃ–
અન્વયાર્થઃ– [जीवाजीवादीनां] જીવ, અજીવાદિ [तत्त्वाथरनां] તત્ત્વાર્થોનું [विपरिताभिनिवेशविविक्तं] વિપરીત અભિનિવેશ (આગ્રહ) રહિત અર્થાત્ બીજાને બીજાપણે સમજવારૂપ મિથ્યાજ્ઞાનથી રહિત [श्रद्धानं] શ્રદ્ધાન અર્થાત્ દ્રઢ વિશ્વાસ [सदैव] નિરંતર જ [कर्त्तव्यं] કરવું જોઈએ. કારણ કે [तत्] તે શ્રદ્ધાન જ [आत्मरूपं] આત્માનું સ્વરૂપ છે.
ટીકાઃ– ‘‘जीवाजीवादीनां तत्त्वाथरनां श्रद्धानं सदैव कर्त्तव्यं’’– જીવ–અજીવ આદિ જે તત્ત્વાર્થ – તત્ત્વ એટલે જેનો જેવો કાંઈ નિજભાવ છે તેવો જ હોવો તે. તે તત્ત્વથી સંયુક્ત જે અર્થ એટલે પદાર્થ તે તત્ત્વાર્થ–તેનું શ્રદ્ધાન એટલે આમ જ છે, બીજી