પુરુષાર્થસિદ્ધિઉપાય ] [ ૨પ
જે જીવ મુનિધર્મનો ભાર ઉપાડી ન શકે તેના નિમિત્તે આચાર્ય આગળ શ્રાવકધર્મનું વ્યાખ્યાન કરે છે. ત્યાં શ્રાવકને ધર્મસાધનમાં શું કહેવું તેનું વ્યાખ્યાન કરે છે.
અન્વયાર્થઃ– [एवं] આ રીતે [तस्यापि] તે ગૃહસ્થને પણ [यथाशक्ति] પોતાની શક્તિ અનુસાર [सम्यग्दर्शनबोधचरित्रत्रयात्मकः] સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્ર એ ત્રણ ભેદરૂપ [मोक्षमार्गः] મુક્તિનો માર્ગ [नित्यं] સર્વદા [निषेव्यः] સેવન કરવા યોગ્ય [भवति] થાય છે.
ટીકાઃ– ‘‘तस्य अपि यथाशिक्त एवं मोक्षमार्गः निषेव्य भवति’’– તે ગૃહસ્થને પણ પોતાની શક્તિ અનુસાર આગળ જેનું વર્ણન કરે છે તે પ્રકારે મોક્ષમાર્ગ સેવન કરવા યોગ્ય છે.
ભાવાર્થઃ– મુનિને તો મોક્ષમાર્ગનું સેવન સંપૂર્ણપણે હોય છે અને ગૃહસ્થે પણ પોતાની શક્તિ પ્રમાણે મોક્ષમાર્ગનું થોડુંઘણું સેવન કરવું. કારણ કે ધર્મનું બીજું કોઈ અંગ નથી કે જેનું સેવન કરવાથી પોતાનું ભલું થાય. કેવો છે મોક્ષમાર્ગ? ‘‘सम्यग्दर्शनबोधचरित्रत्रयात्मकः’ – સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન, સમ્યક્ચારિત્રનું ત્રિક જેનું સ્વરૂપ છે. જુદા જુદા ત્રણે મોક્ષમાર્ગ નથી. ત્રણે મળીને મોક્ષમાર્ગ છે. ૨૦.
આ ત્રણેમાં પ્રથમ કોને ગ્રહણ કરવું તે કહે છેઃ–
तस्मिन् सत्येव यतो भवति ज्ञानं चरित्रं च।। २१।।
અન્વયાર્થઃ– [तत्रादौ] એ ત્રણેમાં પ્રથમ [अखिलयत्नेन] સમસ્ત પ્રકારે સાવધાનતારૂપ યત્નથી [सम्यक्त्वं] સમ્યગ્દર્શન [समुपाश्रयणीयम्] સારી રીતે અંગીકાર કરવું જોઈએ. [यतः] કેમ કે [तस्मिन् सति एव] તે હોતાં જ [ज्ञानं] સમ્યગ્જ્ઞાન [च] અને [चारित्रं] સમ્યક્ચારિત્ર [भवति] થાય છે.