૨૪ ] [ પુરુષાર્થસિદ્ધિઉપાય
ટીકાઃ– ‘‘यतः तेन दुर्मतिना अक्रमकथनेन शिष्यः प्रतारितो भवति।’’– જે કારણે તે મંદબુદ્ધિ ઉપદેશદાતાએ અનુક્રમ છોડીને કથન કરવાથી સાંભળનાર શિષ્ય છેતરાયો છે. પહેલાં શ્રાવકધર્મનો ઉપદેશ સંભળાવીને શિષ્યને છેતરવામાં આવ્યો છે. તેનું કારણ કહે છે. કેવો છે શિષ્ય? ‘‘अतिदूरं प्रोत्साहमानो अपि अपदेऽपि संप्रतृप्तः’’– અત્યંત દૂર સુધી જવા માટે ઉત્સાહિત થયો હતો તોપણ તે અપદ જે તુચ્છ સ્થાન તેમાં સંતુષ્ટ થયો છે. એ શિષ્યના અંતરંગમાં એટલો ઉત્સાહ થયો હતો કે જો પહેલાં મુનિધર્મ સાંભળ્યો હોત તો મુનિપદવી જ અંગીકાર કરત. પરન્તુ ઉપદેશદાતાએ તેને પ્રથમ જ શ્રાવકધર્મ સંભળાવ્યો. તેણે એ જ ધર્મ અંગીકાર કર્યો. તે માટે મુનિધર્મ છેતર્યો એટલે ઉપદેશદાતાને તેનો દંડ આપવો યોગ્ય છે. ૧૯.