પુરુષાર્થસિદ્ધિઉપાય ] [ ૬૭
આગળ આ કથન સંકોચે છેઃ–
जिनधर्मदेशनाया भवन्ति पात्राणि शुद्धधियः।। ७४।।
અન્વયાર્થઃ– [अनिष्टदुस्तरदुरितायतनानि] દુઃખદાયક, દુસ્તર અને પાપનું સ્થાન [अमूनि] એવા [अष्टौ] આઠ પદાર્થોનો [परिवर्ज्य] પરિત્યાગ કરીને [शुद्धधियः] નિર્મળ બુદ્ધિવાળા પુરુષ [जिनधर्मदेशनायाः] જૈનધર્મના ઉપદેશને [पात्राणि] પાત્ર [भवन्ति] થાય છે.
ટીકાઃ– ‘अनिष्टदुस्तरदुरितआयतनानि अमूनि अष्टौ परिवर्ज्य शुद्धधियः जिनधर्मदेशनायाः पात्राणि भवन्ति’– મહાદુઃખદાયક, સહેલાઈથી જેનો પાર પમાતો નથી એવી, મહાપાપના સ્થાનરૂપ જે આ આઠ વસ્તુઓ છે તેને ખાવાથી મહાપાપ ઊપજે છે. તેથી એને સર્વથા છોડીને, નિર્મળ બુદ્ધિવાળા થઈને, જૈનધર્મના ઉપદેશને પાત્ર થવાય છે. પહેલાં એનો ત્યાગ કરે ત્યારપછી અન્ય કોઈ ઉપદેશ દેવો. (અને કોઈ ઉપદેશ આપે) જેમ મૂળ વિના વૃક્ષ હોતું નથી તેમ એના ત્યાગ વિના શ્રાવક હોય નહિ. માટે જ એનું નામ મૂળ છે. ૭૪.
હવે આ હિંસાદિકનો ત્યાગ કરવાનું વિધાન કહે છેઃ–
અન્વયાર્થઃ– [औत्सर्गिकी निवृत्तिः] ઉત્સર્ગરૂપ નિવૃત્તિ અર્થાત્ સામાન્ય ત્યાગ [कृतकारितानुमननैः] કૃત, કારિત અને અનુમોદનરૂપ [वाक्कायमनोभिः] મન, વચન અને કાયાથી [नवधा] નવ પ્રકારે [इष्यते] માનવામાં આવી છે, [तु] અને [एषा] આ [अपवादिकी] અપવાદરૂપ નિવૃત્તિ [विचित्ररूपा] અનેકરૂપ છેે.
ટીકાઃ– ‘औत्सर्गिकी निवृत्तिः कृतकारितानुमोदनैः वाक्कायमनोभिः नवधा इष्यते’– આ ઉત્સર્ગરૂપ ત્યાગ કૃત, કારિત અનુમોદન સહિત મન, વચન કાયાના ભેદથી નવપ્રકારે કહીએ છીએ. ‘तु अपवादिकी एषा विचित्ररूपा’– અને અપવાદરૂપ જે ત્યાગ છે તે જુદા જુદા પ્રકારે છે.
ભાવાર્થઃ– હિંસાદિનો ત્યાગ બે પ્રકારે છે. એક ઉત્સર્ગ ત્યાગ અને બીજો અપવાદ ત્યાગ. ઉત્સર્ગ એટલે સામાન્ય. સામાન્યપણે સર્વથા પ્રકારે ત્યાગ કરીએ તેને