પુરુષાર્થસિદ્ધિઉપાય ] [ ૬૯ જીભ, નાક અને આંખ સહિત ભમરા, પતંગિયા વગેરે ચતુરિન્દ્રિય જીવ છે. સ્પર્શ, જીભ, નાક, આંખ અને કાન સહિતના જીવ પંચેન્દ્રિય છે. તેના બે ભેદ છે. જેને મન હોય તે સંજ્ઞી, જેને મન ન હોય તે અસંજ્ઞી. તેમાં સંજ્ઞી પંચેન્દ્રિય સિવાય બધા તિર્યંચગતિના ભેદ છે. સંજ્ઞી પંચેન્દ્રિયના ચાર પ્રકાર છે. દેવ, મનુષ્ય, નારકી અને તિર્યંચ. એમાં દેવ ભવનવાસી, વ્યંતર, જ્યોતિષી અને કલ્પવાસીના ભેદથી ચાર પ્રકારે છે. મનુષ્ય આર્ય અને મ્લેચ્છના ભેદથી બે પ્રકારે છે. નારકીના જીવ સાત ભૂમિની અપેક્ષાએ સાત પ્રકારના છે. તિર્યંચોમાં મચ્છાદિક જલચર, વૃષભાદિક સ્થલચર અને હંસાદિક નભચર–એ ત્રણ પ્રકાર છે. આ ભેદ ત્રસ–સ્થાવરના જાણી એની રક્ષા કરવી. ૭૬.
શ્રાવકને સ્થાવરહિસામાં પણ સ્વચ્છંદપણાનો નિષેધઃ–
અન્વયાર્થઃ– [सम्पन्नयोग्यविषयाणाम्] ઈન્દ્રિય–વિષયોનું ન્યાયપૂર્વક સેવન કરનાર [गृहिणाम्] ગૃહસ્થોએ [स्तोकैकेन्द्रियघातात्] અલ્પ એકેન્દ્રિયના ઘાત સિવાય [शेषस्थावरमारणविरमणमपि] બાકીના સ્થાવર (એકેન્દ્રિય) જીવોને મારવાનો ત્યાગ પણ [करणीयम्] કરવા યોગ્ય [भवति] થાય છે.
ટીકાઃ– ‘सम्पन्नयोग्यविषयाणां गृहिणां स्तोकैकेन्द्रियघातात् शेषस्थावरमारणविरमणम् अपि करणीयम् भवति’– ન્યાયપૂર્વક ઈન્દ્રિયના વિષયોને સેવનારા શ્રાવકોને થોડોક એકેન્દ્રિયનો ઘાત યત્ન કરવા છતાં થાય છે, તે તો થાય. બાકીના જીવોને વિના કારણે મારવાનો ત્યાગ પણ તેમણે કરવો યોગ્ય છે.
ભાવાર્થઃ– યોગ્ય વિષયોનું સેવન કરતાં સાવધાનતા હોવા છતાં સ્થાવરની હિંસા થાય તે તો થાય છે, પરંતુ અન્ય સ્થાવર જીવની હિંસા કરવાનો તો ત્યાગ કરવો. ૭૭.
આ અહિંસા ધર્મને સાધતાં સાવધાન કરે છેઃ–