૭૦ ] [ પુરુષાર્થસિદ્ધિઉપાય
અન્વયાર્થઃ– [अमृतत्वहेतुभूतं] અમૃત અર્થાત્ મોક્ષના કારણભૂત [परमं] ઉત્કૃષ્ટ [अहिंसारसायनं] અહિંસારૂપી રસાયણ [लब्ध्वा] પ્રાપ્ત કરીને [बालिशानां] અજ્ઞાની જીવોનું [असमञ्जसम्] અસંગત વર્તન [अवलोक्य] જોઈને [आकुलैः] વ્યાકુળ [न भवितव्यम्] ન થવું જોઈએ.
ટીકાઃ– ‘अमृतत्वहेतुभूतं परमअहिंसारसायनं लब्ध्वा बालिशानां असमञ्जसम् अवलोक्य आकुलैः न भवितव्यम्’– મોક્ષના કારણભૂત ઉત્કૃષ્ટ અહિંસારૂપી રસાયણ પામીને અજ્ઞાની જીવોનો મિથ્યાત્વભાવ જોઈ વ્યાકુળ ન થવું.
ભાવાર્થઃ– પોતે તો અહિંસા ધર્મનું સાધન કરે છે અને કોઈ મિથ્યાદ્રષ્ટિ અનેક યુક્તિવડે હિંસાને ધર્મ ઠરાવી તેમાં પ્રવર્તે તો તેની કીર્તિ જોઈને પોતે ધર્મમાં આકુળતા ન ઉપજાવવી અથવા કદાચ પોતાને પૂર્વનાં ઘણાં પાપના ઉદયને લીધે અશાતા ઊપજી હોય અને તેને પૂર્વનાં ઘણાં પુણ્યના ઉદયને લીધે કાંઈક શાતા ઊપજી હોય તોપણ પોતે ઉદયની અવસ્થાનો વિચાર કરીને ધર્મમાં આકુળતા ન કરવી. ૭૮.
અન્વયાર્થઃ– [भगवद्धर्मः] સર્વજ્ઞ વીતરાગ ભગવાનનો કહેલો ધર્મ [सूक्ष्मः] બહુ બારીક છે માટે [धर्मार्थं] ‘ધર્મના નિમિત્તે [हिंसने] હિંસા કરવામાં [दोषः] દોષ [नास्ति] નથી.’ [इति धर्ममुग्धहृदयैः] એવા ધર્મમાં મૂઢ અર્થાત્ ભ્રમરૂપ હૃદયવાળા [भूत्वा] થઈને [जातु] કદીપણ [शरीरिणः] શરીરધારી જીવોને [न हिंस्याः] મારવા નહિ જોઈએ.
ટીકાઃ– ‘भगवद्धम्ः सूक्ष्मः’– જ્ઞાનસહિતનો ધર્મ સૂક્ષ્મ છે, તેથી ‘धर्मार्थं हिंसने दोषः न अस्ति’– ધર્મના નિમિત્તે હિંસા કરવામાં દોષ નથી. ‘इति धर्ममुग्धहृदयैः भूत्वा शरीरिणः जातु न हिंस्याः’ એ રીતે જેનું ચિત્ત ધર્મમાં ભ્રમરૂપ થયું છે એવા થઈને પ્રાણીઓને કદીપણ ન મારવા.