૧૧૮ ]
अथ दर्शनरूपं धर्मं व्याख्याय ज्ञानरूपं तं व्याख्यातुमाह —
‘वेद’ वेत्ति । ‘यत्तदाहुर्ब्रुवते । ‘ज्ञानं भावश्रुतरूपं । के ते ? ‘आगमिनः’ आगमज्ञाः । कथं वेद ? ‘निःसन्देहं’ निःसंशयं यथा भवति तथा । ‘बिना च विपरीतात्’ विपरीताद्विपर्ययाद्विनैव विपर्ययव्यवच्छेदेनेत्यर्थः । तथा ‘अन्यूनं’ परिपूर्णं सकलं वस्तुस्वरूपं
હવે સમ્યગ્દર્શનરૂપ ધર્મનું વ્યાખ્યાન કરીને જ્ઞાનરૂપ ધર્મનું વ્યાખ્યાન કરવાને કહે છે —
અન્વયાર્થ : — [यत् ] જે (વસ્તુસ્વરૂપને) [अन्यूनम् ] ન્યૂનતા રહિત, [अनतिरिक्तं ] અધિકતારહિત, [विपरीतात् विना ] વિપરીતતા વિના – વિપરીતતા રહિત, [च ] અને [निःसंदेहम् ] સંદેહરહિત [याथातथ्यं ] જેમ છે તેમ [वेद ] જાણે છે, [तत् ] તેને [आगमिनः ] ગણધરો યા શ્રુતકેવલીઓ [ज्ञानं ] સમ્યગ્જ્ઞાન [आहुः ] કહે છે.
ટીકા : — ‘यद् वेद तद् आगमिनः ज्ञानं आहुः’ જે (નીચેની રીતે) જાણે છે તેને આગમના જાણનારા (ગણધરો અથવા શ્રુતકેવલીઓ) ભાવશ્રુતરૂપ જ્ઞાન કહે છે. કેવી રીતે જાણે છે? ‘निःसंदेहं’ નિઃસંશયપણે ‘विना च विपरीतात्’ વિપર્યય રહિત જ – વિપર્યયના વ્યવચ્છેદ પૂર્વક – એવો અર્થ છે. તથા ‘अन्यूनं’ પરિપૂર્ણ – સકલ વસ્તુસ્વરૂપને નહિ કે ન્યૂન – વિકલ વસ્તુસ્વરૂપને.