૧૨૦ ]
अतस्तदेवात्र धर्मत्वेनाभिप्रेतं तस्यैव मुख्यतो मूलकारणभूततया स्वर्गापवर्गसाधन- सामर्थ्यसंभवात् ।।१।।
સર્વ તત્ત્વોનું પ્રકાશન કરવામાં, સ્યાદ્વાદ (શ્રુતજ્ઞાન) અને કેવળજ્ઞાનમાં પરોક્ષ અને પ્રત્યક્ષની અપેક્ષાએ જ ભેદ છે, તેનાથી બીજું (જ્ઞાન) અવસ્તુરૂપ છે. તેથી તે જ (ભાવશ્રુતરૂપ સમ્યગ્જ્ઞાન જ) ધર્મ છે – એવો અભિપ્રાય છે; કારણ કે મુખ્યપણે મૂળ કારણ હોવાથી તેનામાં સ્વર્ગ અને મોક્ષના સાધનનું સામર્થ્ય છે.
ભાવાર્થ : — જે વસ્તુના સ્વરૂપને, ન્યૂનતા, અધિકતા, વિપરીતતા અને સંદેહ રહિત જેમ છે તેમ જાણે છે, તેને ગણધરો યા શ્રુતકેવલીઓ ‘સમ્યગ્જ્ઞાન’ કહે છે; અર્થાત્ જે વસ્તુસ્વરૂપને સંશય (સંદેહ), વિપર્યય અને અનધ્યવસાય રહિત જેમ છે તેમ જાણે છે તેને સમ્યગ્જ્ઞાન કહે છે. આ પ્રમાણ – જ્ઞાનનું લક્ષણ છે. નિત્ય – અનિત્યરૂપ, સામાન્ય – વિશેષરૂપ એવું વસ્તુસ્વરૂપ જેમ છે તેમ જે જ્ઞાન જાણે તેને જ સત્યાર્થજ્ઞાન – પ્રમાણજ્ઞાન – સમ્યગ્જ્ઞાન કહે છે.૧
આ શ્લોકની ટીકામાં સમ્યગ્જ્ઞાનને (૧) ભાવશ્રુતરૂપ જ્ઞાન, (૨) યથાભૂત અને (૩) જીવાદિ સમસ્ત પદાર્થોના સ્વરૂપને કેવળજ્ઞાનવત્ સંપૂર્ણપણે પ્રકાશન કરવાના સામર્થ્યવાળું કહ્યું છે; કારણ કે —
(૧) ભાવશ્રુતજ્ઞાન જેનું સ્વરૂપ છે એવા જ્ઞાનીને, અભેદરૂપ ભાવશ્રુતજ્ઞાનસ્વરૂપ શુદ્ધાત્માનું જ્ઞાન હોવાથી, તે પરથી અત્યંત વિરક્ત હોય છે. તેથી તે જ્ઞાની, કર્મના ઉદયના સ્વભાવને સ્વયં જ છોડી દે છે. (શ્રી સમયસાર ગાથા ૩૧૮ની ટીકા)
(૨) યથાભૂત – ‘याथातथ्यं’ જે વસ્તુસ્વરૂપ છે તેમ જાણે તે જ્ઞાન ભાવશ્રુતરૂપ છે.
(૩) કેવળજ્ઞાનવત્ — ચોથા – પાંચમા ગુણસ્થાનવર્તી જીવો પણ સમ્યગ્જ્ઞાની હોવાથી, ૧.સંશય (સંદેહ) – ‘विरुद्धानेककोटिस्पर्शिज्ञानं संशयः’ — ‘આ પ્રમાણે છે કે આ પ્રમાણે છે’ – એવું જે
પરસ્પર વિરુદ્ધતાપૂર્વક બે પ્રકારરૂપ જ્ઞાન તેને સંશય કહે છે.
એવું એકરૂપ જ્ઞાન તે વિપર્યય છે.
તેનું નામ અનધ્યવસાય છે.