કહાનજૈનશાસ્ત્રમાળા ]
તેમને ભાવશ્રુતજ્ઞાન હોય છે અને તે જ્ઞાન સકળ પદાર્થોને પ્રકાશવાને સમર્થ હોવાથી તેને કેવળજ્ઞાનવત્ કહ્યું છે.
આવું જ્ઞાન ભૂતાર્થ – ત્રિકાળી ધ્રુવસ્વાત્માના આશ્રય વિના કોઈને પ્રગટ થઈ શકે નહિ.
જ્યાં સમ્યગ્જ્ઞાન હોય ત્યાં આત્મિક સુખ અભિન્ન હોય છે, કેમ કે જ્ઞાન અને સુખનું અભિન્નપણું છે. (જુઓ શ્રી પ્રવચનસાર ગાથા ૫૩ની શ્રી અમૃતચંદ્રાચાર્યકૃત ભૂમિકા).
‘‘.......પ્રયોજનભૂત જીવાદિ તત્ત્વોમાં સંશય, વિપર્યય અને અનધ્યવસાયરૂપ જે જાણવું થાય છે તેનું નામ મિથ્યાજ્ઞાન છે, પણ અપ્રયોજનભૂત પદાર્થોને યથાર્થ જાણે અથવા અયથાર્થ જાણે તેની અપેક્ષાએ કાંઈ મિથ્યાજ્ઞાન – સમ્યગ્જ્ઞાન નથી; જેમ મિથ્યાદ્રષ્ટિ દોરડીને દોરડી જાણે તેથી (તેનું જ્ઞાન) કાંઈ સમ્યગ્જ્ઞાન નામ પામે નહિ તથા સમ્યગ્દ્રષ્ટિ દોરડીને સાપ જાણે તેથી (તેનું જ્ઞાન) કાંઈ તે મિથ્યાજ્ઞાન નામ પામે નહિ.
‘‘........અહીં તો સંસાર – મોક્ષના કારણભૂત સત્ય – અસત્ય જાણવાનો નિર્ધાર કરવો છે, એટલે દોરડી – સર્પાદિકનું યથાર્થ વા અન્યથા જ્ઞાન કાંઈ સંસાર – મોક્ષનું કારણ નથી, માટે એની અપેક્ષાએ અહીં મિથ્યાજ્ઞાન – સમ્યગ્જ્ઞાન કહ્યું નથી; પણ પ્રયોજનભૂત જીવાદિ તત્ત્વોને જાણવાની અપેક્ષાએ જ મિથ્યાજ્ઞાન – સમ્યગ્જ્ઞાન કહ્યું છે અને એ જ અભિપ્રાયથી સિદ્ધાન્તમાં મિથ્યાદ્રષ્ટિના સર્વ જાણવાને મિથ્યાજ્ઞાન જ કહ્યું તથા સમ્યગ્દ્રષ્ટિના સર્વ જાણવાને સમ્યગ્જ્ઞાન કહ્યું.
‘‘કારણ કે મિથ્યાદ્રષ્ટિ જાણે છે ત્યાં તેને સત્તા – અસત્તાનો વિશેષ (ભેદ) નથી, તેથી તે કારણ વિપરીતતા, સ્વરૂપ વિપરીતતા વા ભેદાભેદ વિપરીતતા ઉપજાવે છે.......એ પ્રમાણે મિથ્યાદ્રષ્ટિના જાણવામાં વિપરીતતા હોય છે.
‘‘જેમ દારૂનો કેફી મનુષ્ય માતાને પોતાની સ્ત્રી માને તથા સ્ત્રીને માતા માને, તેમ મિથ્યાદ્રષ્ટિમાં અન્યથા જાણવું હોય છે. વળી જેમ કોઈ કાળમાં એ કેફી મનુષ્ય માતાને માતા વા સ્ત્રીને સ્ત્રી પણ જાણે, તોપણ તેને નિશ્ચયરૂપ નિર્ધાર વડે શ્રદ્ધાનપૂર્વક જાણવું ન હોવાથી તેને યથાર્થ જ્ઞાન કહેતા નથી. તેમ મિથ્યાદ્રષ્ટિ કોઈ કાળમાં કોઈ પદાર્થને સત્ય પણ જાણે, તોપણ તેના નિશ્ચયરૂપ નિર્ધારથી શ્રદ્ધાન સહિત જાણતો નથી, તેથી તેને સમ્યગ્જ્ઞાન કહેતા નથી; અથવા સત્ય જાણે છતાં એ વડે પોતાનું અયથાર્થ જ પ્રયોજન