૧૨૨ ]
तस्य विषयभेदाद्भेदान् प्ररूपयन्नाह —
સાધે છે, તેથી તેને સમ્યગ્જ્ઞાન કહેવાતું નથી. એ પ્રમાણે મિથ્યાદ્રષ્ટિના જ્ઞાનને મિથ્યાજ્ઞાન કહીએ છીએ.
પ્રશ્નઃ — એ મિથ્યાજ્ઞાનનું કારણ શું છે?
ઉત્તરઃ — મોહના ઉદયથી જે મિથ્યાત્વભાવ થાય છે – સમ્યગ્ભાવ થતો નથી એ જ મિથ્યાજ્ઞાનનું કારણ છે. જેમ વિષના સંયોગથી ભોજનને પણ વિષરૂપ કહેવામાં આવે છે, તેમ મિથ્યાત્વના સંબંધથી જ્ઞાન પણ મિથ્યાજ્ઞાન નામ પામે છે.
એ જ પ્રમાણે જીવને પ્રયોજનભૂત જીવાદિ તત્ત્વ તથા અપ્રયોજનભૂત અન્ય પદાર્થોને યથાર્થ જાણવાની શક્તિ હોય, પણ ત્યાં જેને મિથ્યાત્વનો ઉદય હોય તે તો અપ્રયોજનભૂત હોય તેને જ વેદે છે – જાણે છે, પણ પ્રયોજનભૂતને જાણતો નથી. જો તે પ્રયોજનભૂતને જાણે તો સમ્યગ્જ્ઞાન બની જાય, પણ મિથ્યાત્વનો ઉદય હોવાથી તેમ બની શકતું નથી. માટે ત્યાં પ્રયોજનભૂત – અપ્રયોજનભૂત પદાર્થો જાણવામાં જ્ઞાનાવરણનું નિમિત્ત નથી, પરંતુ મિથ્યાત્વનો ઉદય – અનુદય જ કારણભૂત છે.’’૧ ૪૨.
તેના (સમ્યગ્જ્ઞાનના) વિષય – ભેદથી પ્રથમાનુયોગરૂપ ભેદનું પ્રરૂપણ કરતાં કહે છે —
અન્વયાર્થ : — [समीचीनः बोधः ] સમ્યગ્જ્ઞાન છે તે [अर्थाख्यानम् ] જેમાં પરમાર્થરૂપ વિષયનું વ્યાખ્યાન છે એવા, [चरितं ] જેમાં કોઈ એક મહાપુરુષના ચરિત્રનું વ્યાખ્યાન આવે છે એવા, [पुराणम् अपि ] જેમાં ત્રેસઠ શલાકાપુરુષોની કથા આવે છે એવા, [पुण्यम् ] જેને સાંભળવાથી પુણ્ય ઊપજે છે એવા અને [बोधिसमाधिनिधानम् ] જે બોધિ અને સમાધિ એ બંને વિષયોનું નિધાન છે એવા (અર્થાત્ તેને સાંભળવાથી બોધિ અને સમાધિ પ્રાપ્ત થાય છે એવા) [प्रथमानुयोगम् ] પ્રથમાનુયોગને [बोधति ] જાણે છે. ૧. જુઓ, મોક્ષમાર્ગ પ્રકાશક, ગુજરાતી આવૃત્તિ, અધ્યાય ૪, પૃષ્ઠ ૮૮ થી ૯૦.