૧૨૪ ]
આ પ્રથમાનુયોગનાં શાસ્ત્રોનાં શ્રવણ, પઠન, મનન અને ચિંતનાદિથી પુણ્ય, બોધિ (રત્નત્રય) અને સમાધિની પ્રાપ્તિ થાય છે, કારણ કે તેઓ પુણ્યરૂપ તથા પુણ્યનું કારણ છે અને બોધિ તથા સમાધિનો ખજાનો છે; અર્થાત્ જે સમ્યગ્જ્ઞાન, આખ્યાન, ચરિત્ર અને પુરાણોરૂપ શાસ્ત્રોને જાણે છે તે ભાવશ્રુત જ્ઞાનને આચાર્ય પ્રથમાનુયોગ કહે છે. આ અનુયોગ સમ્યગ્જ્ઞાનનો વિષય છે.
૧‘‘જૈનમતમાં ઉપદેશ ચાર અનુયોગનો આપ્યો છે. પ્રથમાનુયોગ, કરણાનુયોગ, ચરણાનુયોગ અને દ્રવ્યાનુયોગ — એ ચાર અનુયોગ છે. ત્યાં તીર્થંકર – ચક્રવર્તી આદિ મહાન પુરુષોનાં ચરિત્ર જેમાં નિરૂપણ કર્યાં હોય તે ‘પ્રથમાનુયોગ’ છે, ગુણસ્થાન – માર્ગણાદિરૂપ જીવનું, કર્મોનું વા ત્રિલોકાદિનું જેમાં નિરૂપણ હોય તે ‘કરણાનુયોગ’ છે, ગૃહસ્થ – મુનિના ધર્મ આચરણ કરવાનું જેમાં નિરૂપણ હોય તે ‘ચરણાનુયોગ’ છે તથા છ દ્રવ્ય, સાત તત્ત્વાદિક અને સ્વ – પર ભેદવિજ્ઞાનાદિકનું જેમાં નિરૂપણ હોય તે ‘દ્રવ્યાનુયોગ’ છે.’’
‘‘प्रथमानुयोगः प्रथमं मिथ्यादृष्टिमव्रतिकमव्युत्पन्नं वा प्रतिपाद्यमाश्रित्य प्रवृत्तोऽनुयोगोऽधिकारः प्रथमानुयोगः। ’’२
અર્થઃ — પ્રથમ અર્થાત્ મિથ્યાદ્રષ્ટિ – અવ્રતી, વિશેષ જ્ઞાન રહિત શિષ્યને ઉદ્દેશી પ્રવૃત્ત થયેલો અનુયોગ અર્થાત્ અધિકાર તે પ્રથમાનુયોગ છે.
‘‘પ્રથમાનુયોગમાં તો સંસારની વિચિત્રતા, પુણ્ય – પાપનાં ફળ તથા મહાપુરુષોની પ્રવૃત્તિ ઇત્યાદિ નિરૂપણથી જીવોને ધર્મમાં લગાવ્યા છે. જે જીવ તુચ્છ બુદ્ધિવાન હોય તે પણ આ અનુયોગથી ધર્મસન્મુખ થાય છે, કારણ કે જીવ સૂક્ષ્મ નિરૂપણને સમજતો નથી, પણ લૌકિક વાર્તાઓને જ જાણે છે તથા ત્યાં તેનો ઉપયોગ પણ લાગે છે. પ્રથમાનુયોગમાં પણ લૌકિક પ્રવૃત્તિરૂપ નિરૂપણ હોવાથી તેને તે બરાબર સમજી શકે છે. ૧. અને ૩. મોક્ષમાર્ગ પ્રકાશક ગુજરાતી આવૃત્તિ પૃષ્ઠ ૨૭૧, ૨૭૨, વધુ માટે જુઓ પૃષ્ઠ ૨૭૪
૨. ગોમ્મટસાર જીવકાંડ ગાથા ૩૬૧ – ૩૬૨ની ટીકા.