કહાનજૈનશાસ્ત્રમાળા ]
तथा१ —
‘‘વળી લોકમાં તો રાજાદિકની કથાઓમાં પાપ છોડવાનું વા પુણ્યનું પોષણ છે. ત્યાં રાજાદિક મહાપુરુષોની કથા સાંભળે છે, પરંતુ તેનું પ્રયોજન જ્યાં – ત્યાંથી પાપને છોડી ધર્મમાં લગાવવાનું પ્રગટ કર્યું છે. તેથી તે જીવ કથાઓની લાલચ વડે પણ તેને વાંચે – સાંભળે તો પાછળથી પાપને બૂરું તથા ધર્મને ભલો ગણી ધર્મમાં રુચિવાન થાય છે. એ પ્રમાણે તુચ્છ બુદ્ધિવાનોને સમજાવવા માટે આ અનુયોગ છે......
‘‘વળી જે જીવોને તત્ત્વજ્ઞાન થયું હોય તેઓ આ અનુયોગ વાંચે – સાંભળે તો તેમને આ ઉદાહરણરૂપ ભાસે છે. જેમ કે જીવ અનાદિનિધન છે તથા શરીરાદિ સંયોગી પદાર્થ છે – એમ જાણતો હતો. હવે પુરાણાદિકમાં જીવોનાં ભવાન્તરનું નિરૂપણ કર્યું છે તે એ જાણવામાં ઉદાહરણરૂપ થયું.
‘‘વળી આ શુભ – અશુભ – શુદ્ધોપયોગને જાણતો હતો, વા તેના ફળને જાણતો હતો. હવે પુરાણોમાં તે ઉપયોગોની પ્રવૃત્તિ તથા તેનું ફળ જીવોને જે થયું હોય તેનું નિરૂપણ કર્યું છે. એ જ આ જાણવામાં ઉદાહરણરૂપ થયું,.......
‘‘.......ધર્માત્મા છે તે, ધર્મીઓની પ્રશંસા અને પાપીઓની નિંદા જેમાં હોય એવી કોઈ પુરાણ પુરુષોની કથા સાંભળવાથી ધર્મમાં અતિ ઉત્સાહવાન થાય છે. એ પ્રમાણે આ પ્રથમાનુયોગનું પ્રયોજન જાણવું.’’ ૪૩.
અન્વયાર્થ : — [तथा ] તેવી જ રીતે (પ્રથમાનુયોગના પ્રકારે) [मतिः ] સમ્યગ્જ્ઞાન (મનનરૂપ શ્રુતજ્ઞાન) [आदर्शम् इव ] દર્પણની જેમ [लोकालोकविभक्तेः ] १. संपादनार्थमुपलब्धेषु पुस्तकेषु ‘क’ पुस्तके इतोग्रे इयं गाथा समुपलभ्यते ‘अह उड्ढतिरियलोए दिसि
संमिलिता भवेदिति प्रतिभाति ।