૧૨૬ ]
‘तथा’ तेन प्रथमानुयोगप्रकारेण, ‘मति’र्मननं१ श्रुतज्ञानं । अवैति जानाति । कं ? ‘करणानुयोगं’ लोकालोकविभागं पंचसंग्रहादिलक्षणं । कथंभूतमिव ? ‘आदर्शमिव’ यथा आदर्शो दर्पणो मुखादेर्यथावत्स्वरूपप्रकाशकस्तथा करणानुयोगोऽपि स्वविषयस्यायं प्रकाशकः । ‘लोकालोकविभक्तेः’ लोक्यन्ते जीवादयः पदार्था यत्रासौ लोकस्त्रिचत्वारिं- शदधिकशतत्रयपरिमितरज्जुपरिमाणः, — तद्विपरीतोऽलोकोऽनन्तमानावच्छिन्नशुद्धाकाश- स्वरूपः तयोर्विभक्ति-र्विभागो भेदस्तस्याः आदर्शमिव । तथा ‘युगपरिवृत्तेः’ युगस्य कालस्योत्सर्पिण्यादेः परिवृत्तिः परावर्तनं तस्या आदर्शमिव । तथा ‘चतुर्गतीनां च’ લોક – અલોકના વિભાગના – સ્વરૂપના [युगपरिवृत्तेः ] યુગોના (અર્થાત્ કાલના પરિવર્તનના) સ્વરૂપના [च ] અને [चतुर्गतीनाम् ] ચાર ગતિઓના સ્વરૂપના પ્રકાશક એવા [करणानुयोगम् च ] કરણાનુયોગને પણ [अवैति ] જાણે છે.
ટીકા : — ‘तथा’ તે પ્રથમાનુયોગના પ્રકારે ‘मतिः मनिनं श्रुतज्ञानं’ મતિ એટલે મનન – શ્રુતજ્ઞાન, ‘अवैति’ જાણે છે. કોને (જાણે છે)? ‘करणानुयोगं’ કરણાનુયોગને અર્થાત્ પંચસંગ્રહાદિરૂપ લોક – અલોકના વિભાગને; કોની માફક? ‘आदर्शमिव’ જેમ આદર્શ એટલે દર્પણ મુખાદિના યથાવત્ સ્વરૂપને પ્રકાશે છે, તેમ કરણાનુયોગ પણ પોતાના વિષયને પ્રકાશે છે.
‘लोकालोकविभक्तेः’ જેમાં જીવાદિ પદાર્થો જણાય તે લોક, તે ત્રણસો તેંતાલીશ (૩૪૩)થી અધિક ઘન રાજુ પ્રમાણ છે. તેનાથી વિપરીત સ્વરૂપવાળો અલોક છે, તે અનંત પ્રમાણ અને અવચ્છિન્ન શુદ્ધ આકાશસ્વરૂપ છે. તે બંનેના વિભાગને (ભેદને) આદર્શની જેમ પ્રકાશે છે, તથા ‘युगपरिवृत्तेः’ યુગના – કાલના – ઉત્સર્પિણી આદિના પરિવર્તનને દર્પણની જેમ પ્રકાશે છે. અને ‘चतुर्गतिनाम् च’ નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવગતિરૂપ ચાર ગતિઓના (સ્વરૂપને) દર્પણની જેમ પ્રકાશે છે – વર્ણવે છે.
ભાવાર્થ : — જેમ દર્પણ મુખાદિ વસ્તુઓને જેમ છે તેમ બતાવે છે, તેમ જે શાસ્ત્ર પાંચ દ્રવ્યોના (જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ અને કાલના) સમૂહરૂપ લોક અને તેનાથી વિપરીત સ્વરૂપવાળા શુદ્ધ અનંત અલોકના વિભાગને, ઉત્સર્પિણી – અવસર્પિણીરૂપ કલ્પકાલના પરિવર્તનને અને નરકાદિ ચાર ગતિઓના સ્વરૂપને, જેમ છે તેમ બતાવે તેને કરણાનુયોગ કહે છે. આ અનુયોગ પણ સમ્યગ્જ્ઞાનનો વિષય છે, અર્થાત્ કરણાનુયોગ, લોક – અલોકના વિભાગને, યુગના પરિવર્તનને અને ચતુર્ગતિઓના સ્વરૂપને યથાવત્ १. मतिज्ञानं न श्रुतज्ञानम् इति ग पुस्तके ।