ૐ
श्रीवीतरागाय नमः।
શ્રીસમન્તભદ્રસ્વામીવિરચિત
શ્રી
રત્નકરંMક શ્રાવકાચાર
શ્રીપ્રભાચંદ્રાચાર્યવિનિર્મિત સંસ્કૃતટીકા
(मङ्गलाचरण)
समन्तभद्रं निखिलात्मबोधनं
जिनं प्रणम्याखिलकर्मशोधनम्१ ।
जिनं प्रणम्याखिलकर्मशोधनम्१ ।
निबन्धनं रत्नकरण्डके२ परं
करोमि ३भव्यप्रतिबोधनाकरम् ।।१।।
મૂળ શ્લોક અને સંસ્કૃત ટીકાનો
ગુજરાતી અનુવાદ
ટીકાકાર આચાર્ય પ્રભાકર ટીકાની શરૂઆતમાં મંગલાચરણ પૂર્વક ટીકા કરવાની પ્રતિજ્ઞા પૂર્વક કહે છે કેઃ —
અન્વયાર્થ : — [निखिलात्मबोधनम् ] જેઓ સમસ્ત પદાર્થોના સ્વરૂપના જાણનાર છે એવા, [अखिलकर्मशोधनम् ] જેઓ સમસ્ત કર્મનો નાશ કરનારા છે એવા, [भव्यप्रतिबोधनाकरम् ] જેઓ ભવ્ય જીવોને પ્રતિબોધ કરનારા છે એવા, [समन्तभद्र परं जिनम् ] સમંતભદ્ર જિનેશ્વરદેવને (સમસ્ત પ્રકારે કલ્યાણથી યુક્ત એવા બહારથી અને १. कर्मसाधनम् घ० । २. रत्नकरण्डकं ग० । ३. भक्त्या ख० ।