Ratnakarand Shravakachar (Gujarati). Shlok: 1 manglAcharaN.

< Previous Page   Next Page >


PDF/HTML Page 16 of 339

 

૨ ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

श्रीसमन्तभद्रस्वामी रत्नानां रक्षणोपायभूतरत्नकरण्डकप्रख्यं सम्यग्दर्शनादिरत्नानां पालनोपायभूतं रत्नकरण्डकाख्यं शास्त्रं कर्तुकामो निर्विघ्नतः शास्त्रपरिसमाप्त्यादिकं फलमभिलषन्निष्टदेवताविशेषं नमस्कुर्वन्नाह

नमः श्रीवर्द्धमानाय निर्धूतकलिलात्मने
सालोकानां त्रिलोकानां यद्विद्या दर्पणायते ।।।।

‘नमो’ नमस्कारोऽस्तु कस्मै ? ‘श्रीवर्धमानाय’ अन्तिमतीर्थंकराय तीर्थंकरसमुदायाय અંદરથી બધી તરફથી ભદ્રરૂપ છે એવા જિનેશ્વરદેવને) [प्रणम्य ] નમસ્કાર કરીને [रत्नकरण्डके ]

[निबंधनम् ]
રત્નકરંડક શ્રાવકાચારની ઉપર
નિબંધન (ટીકા, વિવરણ)

[करोमि ] હું (શ્રી પ્રભાચંદ્રાચાર્ય) કરું છું.

રત્નોના રક્ષણના ઉપાયભૂત ‘રત્નકરંડક’ રૂપ સમ્યગ્દર્શનાદિ રત્નોના પાલનના ઉપાયભૂત ‘રત્નકરંડક’ નામના શાસ્ત્રની રચના કરવાના ઇચ્છુક શ્રી સમન્તભદ્રસ્વામી નિર્વિઘ્ને શાસ્ત્રની પરિસમાપ્તિ આદિરૂપ ફળની અભિલાષા રાખીને ઇષ્ટ દેવતા વિશેષને નમસ્કાર કરીને કહે છેઃ

(મંગલાચરણ)
શ્લોક ૧
અન્વયાર્થ :*[निर्धूतकलिलात्मने ] જેમના આત્માએ જ્ઞાનાવરણાદિ કર્મરૂપ
પાપનો નાશ કર્યો છે અથવા જેમના આત્માએ (હિતોપદેશ આપીને) અન્ય જીવોના
જ્ઞાનાવરણાદિ કર્મરૂપ પાપનો નાશ કર્યો છે. એવા અને
[यद्विद्या ] જેમની વિદ્યા (અર્થાત્

કેવળજ્ઞાન) [सालोकानाम् ] અલોકાકાશ સહિત [त्रिलोकानाम् ] ત્રણે લોકના વિષયમાં [दर्पणायते ] દર્પણની સમાન વર્તે છે, (અર્થાત્ દર્પણની જેમ તેમના કેવળજ્ઞાનમાં અલોક સહિત ત્રણે લોક - ત્રણે લોકના સમસ્ત પદાર્થો પ્રતિબિંબિત થાય છે, [तस्मै ] એવા [श्रीवर्धमानाय ] શ્રી વર્ધમાન સ્વામીને [नमः ] નમસ્કાર હો.

ટીકા :नमः’ નમસ્કાર હો. કોને? ‘શ્રીવર્ધમાનાય’ અંતિમ તીર્થંકર શ્રી * નોંધઆ ગ્રંથમાં બધે [ ] આવું ચિહ્ન મૂળ શ્લોકના પદને સૂચવે છે, અને ( ) આવું ચિહ્ન

આગળપાછળની સંધિ માટે સમજવું.