કહાનજૈનશાસ્ત્રમાળા ]
वा । कथं ? अव – समन्ताद्द्धं परमातिशयप्राप्तं मानं केवलज्ञानं यस्यासौ वर्धमानः । ‘अवाप्योरल्लोपः’ इत्यवशब्दाकारलोपः । श्रिया बहिरंगयाऽन्तरंगया च समवसरणानन्त- चतुष्टयलक्षणयोपलक्षितो वर्धमानः श्रीवर्धमान इति व्युत्पत्तेः, तस्मै । कथंभूताय ? ‘निर्धूतकलिलात्मने’ निर्धूतं १स्फोटितं कलिलं ज्ञानावरणादिरूपं पापमात्मन आत्मनां वा भव्यजीवानां येनासौ निर्धूतकलिलात्मा तस्मै । ‘यस्य विद्या’ केवलज्ञानलक्षणा । किं करोति ? ‘दर्पणायते’ दर्पण इवात्मानमाचरति । केषां ? ‘त्रिलोकानां’ त्रिभुवनानां । कथंभूतानां ? ‘सालोकानां’ अलोकाकाशसहितानां । अयमर्थः — यथा दर्पणो निजेन्द्रियागोचरस्य मुखादेः प्रकाशकस्तथा सालोकत्रिलोकानां तथाविधानां तद्विद्या प्रकाशिकेति । अत्र च पूर्वार्द्धेन भगवतः सर्वज्ञतोपायः, २उत्तरार्धेन च सर्वज्ञतोक्ता ।।१।। વર્ધમાન સ્વામીને અથવા તીર્થંકરોના સમુદાયને; વર્ધમાન સ્વામીનો વ્યુત્પત્તિઅર્થ કેવી રીતે થાય છે? ‘अव’ એટલે સમસ્ત પ્રકારે ‘ऋद्धं’ પરમ અતિશયને પ્રાપ્ત થયું છે, ‘मानं’ જેમનું કેવળજ્ઞાન તે વર્ધમાન (अव + ऋद्ध + मान) છે. ‘अवाप्योरल्लोपः’ એ વ્યાકરણ સૂત્રના આધારે ‘अव’ શબ્દના ‘अ’નો લોપ થયો છે. ‘श्रीवर्धमानः’ શ્રી એટલે લક્ષ્મીથી અર્થાત્ બહિરંગ અને અંતરંગ લક્ષ્મીથી — સમવસરણાદિરૂપ બહિરંગ લક્ષ્મી અને અનંત દર્શન, અનંત જ્ઞાનાદિ, અનંત ચતુષ્ટયરૂપ અંતરંગ લક્ષ્મીથી ઉપલક્ષિત, જે વૃદ્ધિ પામે તે શ્રી વર્ધમાન છે એમ વ્યુત્પત્તિ ( - અર્થ) છે. તેઓ કેવા છે? ‘निर्धूत कलिलात्मने’ જેમણે પોતાના આત્માના અથવા ભવ્ય જીવોના આત્માના મલનો - જ્ઞાનાવરણાદિ પાપનો નાશ કર્યો છે. એવા તેમને, જેમની કેવળજ્ઞાનરૂપ વિદ્યા શું કરે છે? ‘दर्पणायते’ દર્પણની જેમ આત્મામાં પ્રગટ કરે છે, કોને? ‘त्रिलोकानां’ ત્રણ લોકને. કેવા લોકને? ‘सालोकानां’ અલોકાકાશ સહિત (લોકને). આનો અર્થ એ છે કે જેમ દર્પણ (દર્શકની - દેખનારની) નિજ ઇન્દ્રિયોને અગોચર (અવિષયભૂત) એવા મુખાદિને પ્રકાશિત કરે છે, (પ્રગટ કરે છે,) તેમ તેવા પ્રકારના અલોક સહિત ત્રણે લોકને તેમનું જ્ઞાન (કેવળજ્ઞાન) પ્રકાશિત કરે છે.
અહીં (શ્લોકના) પૂર્વાર્ધથી ભગવાનની સર્વજ્ઞતાનો ઉપાય અને ઉત્તરાર્ધથી સર્વજ્ઞતા કહેવામાં આવી છે.
ભાવાર્થ : — જેઓ સમવસરણાદિરૂપ બહિરંગ લક્ષ્મીથી તથા અનંત દર્શનાદિ १. स्फे टितं घ० । २. उपायकर्म ग० ।