Ratnakarand Shravakachar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 18 of 339

 

૪ ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

अथ तन्नमस्कारकरणानन्तरं किं कर्तुं लग्नो भवानित्याह અનંત ચતુષ્ટયરૂપ અંતરંગ લક્ષ્મીથી વિભૂષિત છે, જેમણે પોતાના આત્માના અથવા (ઉપદેશ દ્વારા) ભવ્ય જીવોના આત્માનાં જ્ઞાનાવરણાદિ પાપમળનો નાશ કર્યો છે અને જેમના કેવળજ્ઞાનરૂપ દર્પણમાં અલોકાકાશ સહિત છ દ્રવ્યોના સમુદાયરૂપ સમસ્ત લોક પોતાની ભૂત, ભવિષ્ય અને વર્તમાનની સમસ્ત અનંતાનંત પર્યાયો સહિત યુગપત્ પ્રતિબિંબિત થાય છે, તેવા અંતિમ તીર્થંકર શ્રી વર્ધમાન સ્વામીને, ગ્રંથકર્તા શ્રી સમન્તભદ્રાચાર્યે અહીં નમસ્કાર કર્યા છે.

ગાથાના પહેલા અર્ધભાગમાં સર્વજ્ઞતાનો ઉપાય બતાવ્યો છે. તેનો અર્થ એ છે, કે ભગવાન જ્યારે પોતાના આત્મામાં લીન થયા; ત્યારે ભાવકર્મનો નાશ થયો અને નિમિત્તરૂપ જે જ્ઞાનાવરણાદિ પાપકર્મ હતાં તેનો અભાવ થયો, તેથી બંને પ્રકારનાં કર્મોનોભાવકર્મો અને દ્રવ્યકર્મોનોઅભાવ થતાં ભગવાનને સર્વજ્ઞપણું પ્રગટ થયું; એમ સમજવું.

આ ચરણાનુયોગનું શ્રાવકાચાર શાસ્ત્ર છે. તેનું પ્રયોજન મોક્ષમાર્ગ પ્રકાશક અધ્યાય ૮માં નીચે મુજબ જણાવ્યું છે

‘‘જે જીવ તત્ત્વજ્ઞાની થઈ આ ચરણાનુયોગને અભ્યાસે છે તેને એ બધાં આચરણ પોતાના વીતરાગભાવને અનુરૂપ ભાસે છે.’’

‘‘એકદેશ વા સર્વદેશ વીતરાગતા થતાં એવી શ્રાવક - મુનિ દશા થાય છે, કારણ કે એ એકદેશ વા સર્વદેશ વીતરાગતા અને આ શ્રાવક - મુનિ દશાને નિમિત્ત - નૈમિત્તિકપણું હોય છે, એમ જાણી શ્રાવક - મુનિધર્મના ભેદોને ઓળખી જેવો પોતાને વીતરાગ ભાવ થયો હોય તેવો પોતાને યોગ્ય ધર્મ સાધે છે. તેમાં પણ જેટલા અંશે વીતરાગતા હોય છે તેને તે કાર્યકારી જાણે છે, જેટલા અંશે રાગ રહે છે તેને હેય જાણે છે તથા સંપૂર્ણ વીતરાગતાને પરમ ધર્મ માને છે. એ પ્રમાણે ચરણાનુયોગનું પ્રયોજન છે.’’

ઉપરોક્ત સિદ્ધાંત મુજબ આ શાસ્ત્રમાં નિમિત્ત - નૈમિત્તિક સંબંધનાં કથનો છે, એમ જાણી તે મુજબ નયવિવક્ષા મુજબ સર્વત્ર યથાર્થ ભાવ સમજવો. ભગવાનની સ્તુતિ કરવાની હોય ત્યારે તેમનું નિમિત્તપણું જ બતાવવામાં આવે છે.

(જુઓ, શ્રી પ્રવચનસાર ગાથા ૧ થી ૫ તથા ટીકા) ૧. હવે તેઓ નમસ્કાર કર્યા પછી તેઓ શું કરવા લાગે છે? તે કહે છે

१. करोतिं घ०