કહાનજૈનશાસ્ત્રમાળા ]
‘देशयामि’ १कथयामि । कं ? ‘धर्मं’ । कथंभूतं ? ‘समीचीनं’ अबाधितं तदनुष्ठातृणामिह परलोके चोपकारकं । कथं तं तथा निश्चितवन्तो भवन्त इत्याह ‘कर्मनिबर्हणं’ यतो धर्मः संसारदुःखसम्पादककर्मणां निबर्हणो विनाशकस्ततो यथोक्तविशेषणविशिष्टः । अमुमेवार्थं व्युत्पत्तिद्वारेणास्य समर्थयमानः संसारेत्याद्याह संसारे चतुर्गतिके दुःखानि शारीरमानसादीनि तेभ्यः ‘सत्त्वान्’ प्राणिन् उद्धृत्य ‘यो धरति’ स्थापयति । क्व ? ‘उत्तमे सुखे’ स्वर्गापवर्गादिप्रभवे सुखे स धर्म इत्युच्यते ।।२।।
અન્વયાર્થ : — હું (શ્રી સમન્તભદ્રાચાર્ય) [कर्मनिबर्हणम् ] કર્મોનો વિનાશ કરનાર એવા [समीचीनं ] સમીચીન (સમ્યગ્) [धर्मम् ] ધર્મને [देशयामि ] કહું છું, [यः ] કે જે [सत्त्वान् ] જીવોને [संसारदुःखतः ] સંસારનાં દુઃખોથી ઉગારીને [उत्तमे सुखे ] સ્વર્ગ - મોક્ષાદિકના ઉત્તમ સુખમાં [धरति ] ધરે છે - મૂકે છે.
ટીકા : — ‘देशयामि’ કહું છું. કોને? ‘धर्मम्’ ધર્મને. કેવા ધર્મને? ‘समीचीनं’ અબાધિત અને તેનું આચરણ કરનારાઓને આ લોક તેમ જ પરલોકમાં ઉપકારક એવા ધર્મને. તમે તે (ધર્મ) એવો છે એમ કેવી રીતે નક્કી કર્યું, તે કહે છે. ‘कर्मनिबर्हणं’ કારણ કે તે (સમ્યગ્) ધર્મ સંસારના દુઃખોને પેદા કરનાર કર્મોનો વિનાશક છે. આ જ અર્થનું વ્યુત્પત્તિ દ્વારા સમર્થન કરી કહે છે. ‘संसारेत्यादि’ ચતુર્ગતિરૂપ સંસારમાં શારીરિક અને માનસિકાદિ દુઃખો છે, તેમાંથી ‘सत्त्वान्’ જીવોને — પ્રાણીઓને ઉગારીને ‘यो धरति’ જે સ્થાપે છે. ક્યાં? ‘उत्तमे सुखे’ સ્વર્ગ - મોક્ષાદિમાં ઉત્પન્ન થતા સુખમાં, તેને ધર્મ કહેવામાં આવે છે.
ભાવાર્થ : — અહીં શ્રી સમન્તભદ્રાચાર્ય પ્રતિજ્ઞા રૂપે કહે છે કેઃ —
‘હું સંસારી જીવોનાં દુઃખોનાં કારણભૂત કર્મોના વિનાશક એવા સમ્યગ્ધર્મને કહું છું, જે ધર્મ ચતુર્ગતિરૂપ સંસારનાં શારીરિક અને માનસિક દુઃખોમાંથી જીવોને છોડાવી — બચાવીને ઉત્તમ સુખમાં — મોક્ષસુખમાં સ્થાપે છે — ધારણ કરે છે. १. प्रतिपादयामि ख० घ० ।