કહાનજૈનશાસ્ત્રમાળા ]
ચરણાનુયોગનું વિધાન શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકમાં પૃ. ૨૮૩ પર છે, તેનો ઉપયોગી ભાગ નીચે પ્રમાણે છેઃ —
‘‘ચરણાનુયોગમાં જેમ જીવોને પોતાના બુદ્ધિગોચર ધર્મનું આચરણ થાય તેવો ઉપદેશ આપ્યો છે. હવે ધર્મ તો નિશ્ચયરૂપ મોક્ષમાર્ગ છે તે જ છે, પરંતુ તેમાં સાધનાદિ છે તે પણ ઉપચારથી ધર્મ છે. ત્યાં વ્યવહારનયની પ્રધાનતાથી નાના પ્રકારરૂપ ઉપચારધર્મના ભેદાદિકનું આમાં નિરૂપણ કરવામાં આવે છે. કારણ કે નિશ્ચય ધર્મમાં તો કાંઈ ગ્રહણ
આ જીવને ધર્મ વિરોધી કાર્યોને છોડાવવાનો તથા ધર્મસાધનાદિ કાર્યોને ગ્રહણ કરવાનો આમાં ઉપદેશ છે. પૃષ્ઠ ૨૮૩.
‘‘વળી જ્યાં નિશ્ચય સહિત વ્યવહારનો ઉપદેશ હોય ત્યાં સમ્યગ્દર્શનના અર્થે તત્ત્વોનું શ્રદ્ધાન કરાવીએ છીએ. તેનું જે નિશ્ચયરૂપ છે તે તો ભૂતાર્થ છે તથા વ્યવહારરૂપ છે તે ઉપચાર છે. એવા શ્રદ્ધાન સહિત વા સ્વ-પરના ભેદવિજ્ઞાનાદિ વડે પરદ્રવ્યોમાં રાગાદિ છોડવાના પ્રયોજનસહિત તે તત્ત્વોનું શ્રદ્ધાન કરવાનો ઉપદેશ આપીએ છીએ. એવા શ્રદ્ધાનથી અરિહંતાદિક વિના અન્ય દેવાદિ જૂઠા ભાસે ત્યારે તેની માન્યતા સ્વયં છૂટી જાય છે, તેનું પણ નિરૂપણ કરીએ છીએ.’’ પૃષ્ઠ ૨૮૪.
‘‘સમ્યગ્જ્ઞાનના અર્થે સંશયાદિ રહિતપણે એ તત્ત્વોને એ જ પ્રકારથી જાણવાનો ઉપદેશ આપીએ છીએ તે જાણવાના કારણરૂપ જૈનશાસ્ત્રોનો અભ્યાસ છે; તેથી તે પ્રયોજન અર્થે જૈનશાસ્ત્રોનો અભ્યાસ પણ સ્વયં થાય છે, તેનું નિરૂપણ કરીએ છીએ.’’ પૃષ્ઠ ૨૮૪.
‘‘તથા સમ્યક્ચારિત્ર અર્થે રાગાદિ દૂર કરવાનો ઉપદેશ આપીએ છીએ, ત્યાં એકદેશ વા સર્વદેશ પાપક્રિયાથી તે છૂટે છે. વળી મંદ રાગથી શ્રાવક - મુનિઓનાં વ્રતોની પ્રવૃત્તિ થાય છે, તથા મંદ રાગાદિનો પણ અભાવ થતાં શુદ્ધોપયોગની પ્રવૃત્તિ થાય છે, તેનું નિરૂપણ કરીએ છીએ.’’ પૃષ્ઠ ૨૮૪.
સમ્યગ્દર્શન - જ્ઞાન - ચારિત્રની એકતાને મોક્ષમાર્ગ કહો કે તેને સત્યાર્થ ધર્મનું સ્વરૂપ કહો - બંને એક જ છે.
અહીં ટીકાકારે નિશ્ચય સાથેના વ્યવહારધર્મને ‘ધર્મ’ના અર્થમાં ઘટાવ્યો છે. કારણ કે તેમણે ટીકામાં સમ્યગ્દર્શનાદિને સ્વર્ગ - મોક્ષસુખનું સાધક કહ્યું છે.