૧૦ ]
तत्र सम्यग्दर्शनस्वरूपं व्याख्यातुमाह —
सम्यग्दर्शनं भवति । किं ? ‘श्रद्धानं’ रुचिः । केषां ? ‘आप्तागमतपोभृतां’
શાસ્ત્રોમાં નીચે પ્રમાણે ‘ધર્મ’નો અર્થ કરેલો જોવામાં આવે છે —
૧. નિશ્ચય ધાર્મ : — જે સ્વાશ્રિત છે અને સાક્ષાત્ મોક્ષનું કારણ છે.
૨. વ્યવહાર ધાર્મ : — રૂઢિથી કહેવાતો શુભરાગરૂપ ધર્મ તે પરાશ્રિત છે અને સંસારનું કારણ છે.
૩. નિશ્ચય સાથે વ્યવહાર ધાર્મ : — જ્યાં અંશે આત્મિક શુદ્ધિ પ્રગટી હોય છે તેનાથી સંવર - નિર્જરા થાય છે અને અંશે અશુદ્ધિ હોય છે તેનાથી આસ્રવ અને બંધ થાય છે. ચોથા ગુણસ્થાનથી અર્થાત્ અવિરત સમ્યગ્દ્રષ્ટિથી આ ધર્મની શરૂઆત થાય છે. શાસ્ત્રોમાં કેટલાક ઠેકાણે આ ધર્મને જ મોક્ષનું પરંપરા કારણ કહેવામાં આવ્યું છે. એકલા વ્યવહાર ધર્મને નહિ.
ધર્મના અનેક અર્થો થાય છે, માટે પૂર્વાપર જેવો સંબંધ હોય તેવો તેનો અર્થ વિચારવો. કહ્યું છે કે —
‘‘જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું તેહ’’ ૩. તેમાં સમ્યગ્દર્શનના સ્વરૂપનું વ્યાખ્યાન કરતાં કહે છે
અન્વયાર્થ : — [परमार्थानाम् ] પરમાર્થભૂત (સાચા) [आप्तागमतपोभृताम् ] દેવ - શાસ્ત્ર - તપસ્વીનું [त्रिमूढापोढम् ] ત્રણ મૂઢતા રહિત [अष्टाङ्गम् ] આઠ અંગ સહિત અને [अस्मयम् ] આઠ મદ રહિત [श्रद्धानं ] શ્રદ્ધાન કરવું તે [सम्यग्दर्शनम् ] સમ્યગ્દર્શન છે.
ટીકા : — ‘आप्तागमतपोभृतां सम्यग्दर्शनम्’ આપ્તઆગમ - તપસ્વીનું જે સ્વરૂપ