કહાનજૈનશાસ્ત્રમાળા ]
वक्ष्यमाणस्वरूपाणां । न चैवं षड्द्रव्यसप्ततत्त्वनवपदार्थानां श्रद्धानमसंगृहीतमित्याशंकनीयं १
तच्छ्रद्धाने तेषां श्रद्धानं सिद्धमेव । किंविशिष्टानां तेषां ? ‘परमार्थानां’ परमार्थभूतानां न पुनर्बौद्धमत२ इव कल्पितानां । कथंभूतं श्रद्धानं ? ‘अस्मयं’ न विद्यते वक्ष्यमाणो ज्ञानदर्पाद्यष्टप्रकारः स्मयो गर्वो यस्य तत्३ । पुनरपि किंविशिष्टं४ ? ‘त्रिमूढापोढं’ त्रिभिर्मूढैर्वक्ष्यमाणलक्षणैरपोढं रहितं यत् । ‘अष्टांगं’ अष्टौ वक्ष्यमाणानि निःशंकितत्वादीन्यंगानि स्वरूपाणि यस्य ।।४।। કહેવામાં આવ્યું છે એવા સ્વરૂપવાળા આપ્ત - આગમ - તપસ્વીનું શ્રદ્ધાન કરવું તે સમ્યગ્દર્શન છે. કેવા વિશેષતાવાળા આપ્ત - આગમ - તપસ્વીનું શ્રદ્ધાન કરવું તે સમ્યગ્દર્શન છે? ‘परमार्थानाम्’ પરમાર્થભૂત આપ્ત - આગમ - તપસ્વીનું શ્રદ્ધાન કરવું તે સમ્યગ્દર્શન છે, પરંતુ બૌદ્ધાદિ મતમાં જેવા કલ્પિત આપ્ત - આગમ - તપસ્વી છે તેવાનું શ્રદ્ધાન કરવું તે સમ્યગ્દર્શન નથી. કેવું શ્રદ્ધાન કરવું તે સમ્યગ્દર્શન છે? ‘अस्मयं’ ‘त्रिमूढापोढं’ ‘अष्टाङ्गं’ જેનું જે સ્વરૂપ કહેવામાં આવ્યું છે, એવા સ્વરૂપવાળા જ્ઞાન, દર્પાદિ આઠ પ્રકારના મદથી રહિત, જેનું જે સ્વરૂપ કહેવામાં આવ્યું છે એવા સ્વરૂપવાળી ત્રણ મૂઢતા રહિત અને જેનું જે સ્વરૂપ કહેવામાં આવ્યું છે એવા સ્વરૂપવાળા નિઃશંકિતત્વાદિ આઠ અંગો સહિત શ્રદ્ધાન કરવું, રુચિ કરવી તે સમ્યગ્દર્શન છે.
અહીં કોઈ શંકા કરે કે અન્ય શાસ્ત્રમાં છ દ્રવ્ય, સાત તત્ત્વ અને નવ પદાર્થોના શ્રદ્ધાનને સમ્યગ્દર્શન કહ્યું છે, પણ અહીં આચાર્યે દેવ - આગમ - તપસ્વીની પ્રતીતિને સમ્યગ્દર્શન કહીને અન્ય શાસ્ત્રમાં પ્રતિપાદિત લક્ષણનો સંગ્રહ કર્યો નથી. તો એવી શંકા કરવી યોગ્ય નથી. કારણ કે આગમના શ્રદ્ધાનથી જ છ દ્રવ્ય, સાત તત્ત્વ અને નવ પદાર્થોના શ્રદ્ધાનરૂપ લક્ષણનો સંગ્રહ થઈ જાય છે. કેમ કે ‘अबाधितार्थ प्रतिपादकमाप्त वचनं ह्यागमः’ અબાધિત અર્થનું કથન કરનાર આપ્તનું વચન તે જ આગમ છે. તેથી આગમના શ્રદ્ધાનમાં જ છ દ્રવ્યાદિનું શ્રદ્ધાન સંગ્રહિત થઈ જાય છે.
ભાવાર્થ : — સાચા દેવ, સાચા આગમ અને સાચા ગુરુ — એ ત્રણેનું ત્રણ મૂઢતા રહિત, અષ્ટઅંગ સહિત અને આઠ મદ રહિત શ્રદ્ધાન કરવું તે સમ્યગ્દર્શન છે. १. आप्तागमश्रद्धानादेव ख० ।२. बौद्धमत इव घ० । ३. न विद्यंते स्मया वक्ष्यमाणा यत्र इत्यादिपाठः ख० ।४. कथंभूतं ख० ।