Ratnakarand Shravakachar (Gujarati).

< Previous Page   Next Page >


Page 236 of 315
PDF/HTML Page 260 of 339

 

૨૪૬ ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

अधिकुर्वीरन् सहेरन्नित्यर्थः के ते ? सामयिकं प्रतिपन्नाः सामायिकं स्वीकृत- वन्तः किंविशिष्टाः सन्तः ? अचलयोगाः स्थिरसमाधयः प्रतिज्ञातानुष्ठाना- परित्यागिनो वा तथा मौनधरास्तत्पीडायां सत्यामपि क्लीवादिवचनानुच्चारकाः दैन्यादिवचनानुच्चारकाः कमधिकुर्वीरन्नित्याहशीतेत्यादिशीतोष्णदंशमशकानां पीडाकारिणां तत्परिसमन्तात् सहनं तत्परीषहस्तं, न केवलं तमेव अपि तु उपसर्गमपि च देवमनुष्यतिर्यक्कृतं ।।१०३।।

तं चाधिकुर्वाणाः सामायिके स्थिता एवंविधं संसारमोक्षयोः स्वरूपं चिन्तयेयुरित्याह [मौनधराः ] મૌન ધરીને તથા [अचलयोगाः ] યોગોની પ્રવૃત્તિને અચળ (સ્થિર) કરીને [शीतोष्णदंशमशकपरीषहम् ] શીત, ઉષ્ણ, ડાંસ, મચ્છર આદિ પરિષહોને [च ] અને [उपसर्गम् ] ઉપસર્ગને [अपि ] પણ [अधिकुर्वीरन् ] સહન કરવાં જોઈએ.

ટીકા :अधिकुर्वीरन्’ સહન કરવાં જોઈએ એવો અર્થ છે. કોણે તે? सामायिकं प्रतिपन्नाः’ સામાયિકનો જેમણે સ્વીકાર કર્યો છે તેઓએ. કેવા પ્રકારના વર્તતા તેઓ? अचलयोगाः’ સ્થિર સમાધિવાળા આ (સામાયિકના) અનુષ્ઠાનની પ્રતિજ્ઞાનો પરિત્યાગ નહિ કરતા થકા તથા मौनधराः’ તેની પીડા હોવા છતાં નામર્દ આદિનાં વચનો નહિ બોલતા અર્થાત્ દીન વચનોનું ઉચ્ચારણ નહિ કરતા (તેઓ). શું સહન કરવું જોઈએ? તે કહે છેशीतोष्णेत्यादि’ પીડાકારી શીત, ઉષ્ણ, ડાંસ, મચ્છર આદિને સર્વ પ્રકારે સહન કરવાં તે પરિષહતેને; કેવળ તેને જ નહિ, પરંતુ उपसर्गमपि च’ દેવમનુષ્ય તિર્યંચ કૃત ઉપસર્ગને પણ (સહન કરવો જોઈએ).

ભાવાર્થ :સામાયિક કરનાર શ્રાવકે મૌન ધારણ કરી તથા મનવચનકાયની પ્રવૃત્તિને રોકીસ્થિર કરી શીતઉષ્ણડાંસમચ્છરાદિ બાવીસ પરિષહોને તથા દેવ મનુષ્યતિર્યંચ કૃત ઉપસર્ગોને પણ સહન કરવા, અર્થાત્ પરિષહો અને ઉપસર્ગ સંબંધી પીડા હોવા છતાં મૌન સેવી તેને સહન કરવી; પરંતુ સ્વીકારેલી સામાયિકની પ્રતિજ્ઞાને છોડવી નહિ તેમ જ નમાલાં યા દીન વચનો બોલવાં નહિ. ૧૦૩.

તેને (પરિષહ અને ઉપસર્ગને) સહન કરતાં, સામાયિકમાં સ્થિત (શ્રાવકોએ) આ પ્રકારનું સંસારમોક્ષનું સ્વરૂપ વિચારવું જોઈએ એમ કહે છે