કહાનજૈનશાસ્ત્રમાળા ]
तथा सामायिके स्थिता ध्यायन्तु । कं ? भवं स्वोपात्तकर्मवशाच्चतुर्गतिपर्यटनं । कथंभूतं ? अशरणं न विद्यते शरणमपायपरिरक्षकं यत्र । अशुभमशुभकारणप्रभवत्वा- दशुभकार्यकारित्वाच्चाशुभं । तथाऽनित्यं चतसृष्वपि गतिषु पर्यटनस्य नियतकालतयाऽनित्यत्वादनित्यं । तथा दुःखहेतुत्वाद्दुःखं । तथानात्मानमात्मस्वरूपं न भवति । एवंविधं भवभावसामि एवंविधे भवे तिष्ठामीत्यर्थः । यद्येवंविधः संसारस्तर्हि मोक्षः कीद्रश इत्याह — मोक्षस्तद्विपरीतात्मा तस्मादुक्तभवस्वरूपाद्विपरीतस्वरूपतः शरणशुभादिस्वरूपः
અન્વયાર્થ : — હું [भवम् आवसामि ] એવા પ્રકારના સંસારમાં વસું છું કે જે [अशरणं ] અશરણ છે, [अशुभम् ] અશુભ છે, [अनित्यम् ] અનિત્ય છે, [दुःखम् ] દુઃખમય છે અને [अनात्मनम् ] અનાત્મરૂપ (પરરૂપ) છે અને [मोक्षः तद्विपरीतात्मा ] અને તેનાથી વિપરીત એવું મોક્ષનું સ્વરૂપ છે. (મોક્ષ તેનાથી વિપરીત સ્વરૂપવાળો છે) [इति ] — એ રીતે [सामयिके ] સામાયિકમાં સ્થિત જીવોએ [ध्यायन्तु ] વિચાર કરવો.
ટીકા : — ‘सामायि ध्यायन्तुके’ સામાયિકમાં સ્થિત જીવોએ આમ વિચારવું. ‘भवम्’ સ્વોપાર્જિત કર્મવશાત્ ચતુર્ગતિમાં પરિભ્રમણ કરવું તે ભવ છે – સંસાર છે. કેવો (સંસાર)? ‘अशरणम्’ જ્યાં મૃત્યુથી બચાવનાર કોઈ નથી તેવો અશરણરૂપ, ‘अशुभम्’ અશુભ કારણથી ઉત્પન્ન થવાથી તથા અશુભ કાર્ય કરનાર હોવાથી અશુભરૂપ, ‘अनित्यं’ ચારે ગતિઓમાં પરિભ્રમણનો કાળ નિયત (નિશ્ચિત) હોવાથી અનિત્યપણાને લીધે અનિત્યરૂપ, ‘दुःखम्’ દુઃખનું કારણ હોવાથી દુઃખરૂપ, તથા ‘अनात्मानम्’ જે આત્મસ્વરૂપ નથી એવા પ્રકારના સંસારમાં હું વસું છું. એવા પ્રકારના સંસારમાં હું વસું છું – રહું છું. જો એ સંસાર આવા પ્રકારનો હોય તો મોક્ષ કેવા પ્રકારનો છે તે કહે છે – ‘मोक्षस्तद्विपरीतात्मा’ ઉક્ત સંસારના સ્વરૂપથી તેનું સ્વરૂપ વિપરીત હોવાથી તે (મોક્ષ) શરણ, શુભ (સારું, પવિત્ર, શુદ્ધ આદિ) સ્વરૂપ છે. એમ સામાયિકમાં સ્થિત જીવોએ વિચારવું – ચિંતવન કરવું.