૨૪૮ ]
इत्येवं ध्यायन्तु चिन्तयन्तु सामायिके स्थिताः ।।१०४।।
साम्प्रतं सामायिकस्यातीचारानाह —
व्यज्यन्ते कथ्यन्ते । के ते ? अतिगमा अतिचाराः । कस्य ? सामयिकस्य । कति ? पंच । कथं ? भावेन परमार्थेन । तथा हि । वाक्कायमानसानां दुष्प्रणिधानमित्येतानि त्रीणि ।
ભાવાર્થ : — વ્રતી જનોએ સામાયિક કરતી વખતે એવું વિચારવું કે હું જે સંસારમાં રહું છું તે અશરણ, અશુદ્ધ, અનિત્ય (પર્યાય અપેક્ષાએ), દુઃખરૂપ અને પરરૂપ છે અને મોક્ષ તેનાથી વિપરીત સ્વભાવરૂપ છે, અર્થાત્ તે શરણરૂપ, શુદ્ધ, નિત્ય, સુખરૂપ અને આત્મસ્વરૂપ છે – એમ ભેદજ્ઞાન કરવું. ૧૦૪.
હવે સામાયિકના અતિચારો કહે છે —
અન્વયાર્થ : — [वाक्कायमानसानाम् ] વચન, કાય અને મનની (યોગની) [दुःप्रणिधानानि ] ખોટી પ્રવૃત્તિ કરવી, (વાગ્દુઃપ્રણિધાન, કાયદુઃપ્રણિધાન, મનોદુઃપ્રણિધાન) [अनादरास्मरणे ] અનાદર કરવા અને સામાયિક – પાઠ ભૂલી જવો – એ [पञ्च ] પાંચ [भावेन ] પરમાર્થથી [सामाधिकस्य ] સામાયિકના [अतिगमाः ] અતિચારો [व्यज्यन्ते ] કહ્યા છે.
ટીકા : — ‘व्यज्यन्ते’ કહેવામાં આવ્યા છે. શું તે? ‘अतिगमाः’ અતિચારો. કોના? ‘सामायिकस्य’ સામાયિકના. કેટલા? ‘पञ्च’ પાંચ. કઈ રીતે? ‘भावेन’ પરમાર્થથી (ખરેખર) – તે આ પ્રમાણે છે ‘वाक्कायमानसानां दुःप्रणिधानानि’ – वाक्दुःप्रणिधानम् વચનની ખોટી પ્રવૃત્તિ કરવી. (અર્થાત્ શાસ્ત્રવિરુદ્ધ અશુદ્ધ પાઠ કરવો). ‘कायदुःप्रणिधानम्’ શરીરને સંયમરહિત અસ્થિર રાખવું (અર્થાત્ શરીરથી ખરાબ ચેષ્ટા કરવી). ‘मनःदुःप्रणिधानम्’ મનને આર્ત્ત – રૌદ્ર ધ્યાનથી ચંચળ કરવું (અર્થાત્ મનમાં ખરાબ વિચાર કરવા). — એ ત્રણ અને ‘अनादरास्मरणे’ સામાયિકનો અનાદર કરવો એટલે તેમાં ઉત્સાહ કરવો નહિ અને