Ratnakarand Shravakachar (Gujarati).

< Previous Page   Next Page >


Page 239 of 315
PDF/HTML Page 263 of 339

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ૨૪૯

अनादरोऽनुत्साहः अस्मरणमनैकाग्य्राम् ।।१०५।।

अथेदानीं प्रोषधोपवासलक्षणं शिक्षाव्रतं व्याचक्षाणः प्राह

पर्वण्यष्टम्यां च ज्ञातव्यः प्रोषधोपवासस्तु
चतुरभ्यवहार्य्याणां प्रत्याख्यानं सदेच्छाभिः ।।१०६।।

સામાયિકના પાઠને ભૂલી જવો અર્થાત્ સામાયિકમાં એકાગ્ર ન થવું. (એ બે અતિચાર આ મળી કુલ પાંચ અતિચાર છે.)

ભાવાર્થ :સામાયિક શિક્ષાવ્રતના પાંચ અતિચાર

૧. વાક્દુઃપ્રણિધાનવચનને ચલાયમાન કરવું.

૨. કાયદુઃપ્રણિધાનકાયનેશરીરને અસ્થિર રાખવુંચલાયમાન કરવું.

૩. મનદુઃપ્રણિધાનમનને અન્યથા ચંચળ રાખવુંચલાયમાન કરવું.

૪. અનાદરસામાયિકમાં આદર ન કરવોઉત્સાહ ન રાખવો.

૫. વિસ્મરણએકાગ્રતાના અભાવમાં ચિત્તની વ્યગ્રતાથી સામાયિકનો પાઠ ભૂલી

જવો તે સ્મૃત્યનુપસ્થાન અતિચાર છે. ૧૦૫.

હવે પ્રોષધોપવાસરૂપ શિક્ષાવ્રતનું વ્યાખ્યાન કરીને કહે છે

પ્રોષધાોપવાસ શિક્ષાવ્રતનું લક્ષણ
શ્લોક ૧૦૬

અન્વયાર્થ :[पर्वणि ] ચતુર્દશી [च ] અને [अष्टम्याम् ] અષ્ટમીના દિવસોએ [सदा ] સદાને માટે [इच्छाभिः ] વ્રતવિધાનની ઇચ્છાઓથી [चतुरभ्यवहार्य्याणाम् ] ચાર આહારોના (ખાદ્ય, સ્વાદ્ય, લેહ્ય અને પેય આહારોના) [प्रत्याख्यानम् ] ત્યાગને [प्रोषधोपवासः ] પ્રોષધોપવાસ [ज्ञातव्यः ] જાણવો જોઈએ,કહેવો જોઈએ. १. तु शब्दः पादपूर्त्यर्थः ૨.योगदुःप्रणिधानानादरस्मृत्यनुपस्थानानि ।। તત્ત્વાર્થસૂત્ર/૩૩

મન, વચન, કાયા તો પુદ્ગલ છે, તેની ક્રિયા જીવ કરી શકતો નથી પણ તે સમયે અતિચારરૂપ

દૂષિત ભાવ જીવ કરે છે; તેનું આ વર્ણન છે.