Ratnakarand Shravakachar (Gujarati).

< Previous Page   Next Page >


Page 240 of 315
PDF/HTML Page 264 of 339

 

૨૫૦ ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

प्रोषधोपवासः पुनर्ज्ञातव्यः कदा ? पर्वणि चतुर्दश्यां न केवलं पर्वणि, अष्टम्यां किं पुनः प्रोषधोपवासशब्दाभिधेयं ? प्रत्याख्यानं केषां ? चतुरभ्यवहार्याणां चत्वारि अशनपानखाद्यलेह्यलक्षणानि तानि चाभ्यवहार्याणि च भक्षणीयानि तेषां किं कस्यांचिदेवाष्टम्यां चतुर्दश्यां च तेषां प्रत्याख्यानमित्याहसदा सर्वकालं काभिः इच्छाभिर्व्रतविधानवाञ्छाभिस्तेषां प्रत्याख्यानं न पुनर्व्यवहारकृतधरणकादिभिः ।।१०६।।

ટીકા :प्रोषधोपवासः ज्ञातव्यः’ પ્રોષધોપવાસ જાણવો જોઈએ. ક્યારે? पर्वणि’ ચતુર્દશીના દિવસે; કેવળ ચતુર્દશીના દિવસે નહિ પરંતુ अष्टम्यां च’ અષ્ટમીના દિવસોએ પણ; વળી ‘પ્રોષધોપવાસ’ શબ્દથી શું કહેવા યોગ્ય છે? प्रत्याख्यानम्’ ત્યાગ. કોનો (ત્યાગ)? चतुरभ्यवहार्य्याणाम्’ચારઅશન, પાન, ખાદ્ય અને લેહ્યરૂપ ખાવા યોગ્ય આહારોનો. શું કોઈ અષ્ટમી ને ચતુર્દશીના દિવસે જ તેમનો ત્યાગ કરવો? તે કહે છે सदा’ સર્વકાળ (હંમેશા તેમનો ત્યાગ કરવો). શા વડે? इच्छाभिः’ વ્રતવિધાનની ભાવનાઓથી તેમનો ત્યાગ કરવો, નહિ કે વ્યવહારે કરેલી ધારણા આદિથી.

ભાવાર્થ :પ્રત્યેક ચતુર્દશી અને અષ્ટમીના દિવસે ખાદ્ય (રોટલી, દાળ, ભાત વગેરે), સ્વાદ્ય (લાડુ, પેંડા, બરફી આદિ), લેહ્ય (રાબડી, કેરીનો રસ આદિ) અને પેય (દૂધ, પાણી, છાશ આદિ)એ ચાર પ્રકારના આહારોનો, વ્રત ધારણ કરવાની આંતરિક ઇચ્છાથી ત્યાગ કરવો તેને પ્રોષધોપવાસ શિક્ષાવ્રત કહે છે.

આ પ્રોષધોપવાસ આઠમચૌદશ સિવાય અન્ય દિવસોમાં પણ વ્રતવિધાનમાં ઇચ્છાથી કરવો જોઈએ. સામાયિકના સંસ્કારને સ્થિર કરવા માટે પણ તેની જરૂર છે.

વિશેષ

પ્રોષધોપવાસ કરવાની વિધિ

૧. અષ્ટમી કે ચતુર્દશીના પૂર્વ દિવસે બપોરે (બે પહોર બાદ) ભોજન કરી, ૧૬ પ્રહર (૪૮ કલાક)ના ઉપવાસની પ્રતિજ્ઞા કરી. સર્વ આરંભનો ત્યાગ કરી એકાન્તમાં ધર્મધ્યાનપૂર્વક તે દિવસ વ્યતીત કરવો.

૨. પર્વનો (અષ્ટમીચતુર્દશીનો) આખો દિવસ અને રાત ધાર્મિક કાર્યોમાં પસાર કરવાં. १. न पुनर्व्यवहारे कृवसाकादिभिः (?) घ ૨. પ્રોષધોપવાસની વિધિ માટે જુઓ, પુરુષાર્થસિદ્ધિઉપાય શ્લોક ૧૫૨ થી ૧૫૬.