કહાનજૈનશાસ્ત્રમાળા ]
उपवासदिने चोपोषितेन किं कर्तव्यमित्याह —
उपवासदिने परिहृतिं परित्यागं कुर्यात् । केषां ? पंचानां हिंसादीनां । तथा अलंक्रियारंभगंधपुष्पाणां अलंक्रिया मण्डनं आरंभो वाणिज्यादिव्यापारः गन्धपुष्पाणामित्युपलक्षणं रागहेतूनां गीतनृत्यादीनां । तथा स्नानाञ्जननस्यानां स्नानं च
૩. પર્વના પછીના દિવસે (નવમી યા પૂનમ કે અમાવાસ્યાના દિવસે) પૂજા, ભક્તિ, સ્વાધ્યાય આદિ આવશ્યક ધાર્મિક કાર્યો કરીને અતિથિજનોને વિધિપૂર્વક યોગ્ય આહાર આપીને એકાશન કરે.
શ્રી અમિતગતિ આચાર્યે અમિતગતિ કૃત શ્રાવકાચાર અધ્યાય ૬ શ્લોક ૯૧માં કહ્યું છે, કે વ્રતપ્રતિમા (બીજી પ્રતિમા) ધારી શ્રાવકને શક્તિ ન હોય તો પર્વના દિવસે એકવાર જળ માત્ર ગ્રહણ કરી અનુપવાસ યા એકવાર અન્ન – જળ ગ્રહણ કરી એકાશન પણ કરી શકે, પરંતુ પ્રોષધોપવાસમાં (ચોથી પ્રતિમામાં) તો ૧૬ પ્રહરનો જ અન્નજળનો ત્યાગ બતાવ્યો છે. ૧૦૬.
ઉપવાસ કરનારે ઉપવાસના દિને શું કરવું જોઈએ, તે કહે છે —
અન્વયાર્થ : — [उपवासे ] ઉપવાસના દિવસે [पंचानां पापानाम् ] પાંચ પાપો, [अलंक्रियारम्भगन्धपुष्पाणाम् ] અલંકાર ધારણ કરવા, ખેતી આદિનો આરંભ કરવો, ચંદન આદિ સુગંધિત પદાર્થોનો લેપ કરવો, પુષ્પમાળા ધારણ કરવી કે ફૂલ સૂંઘવાં, [स्नानाञ्जननस्यानाम् ] સ્નાન કરવું, કાજલ, સુરમાદિ અંજન આંજવું, તથા નાકથી છીંકણી આદિનું સૂંઘવું – એ બધાંનો [परिहृतिम् ] પરિત્યાગ [ कुर्यात् ] કરવો જોઈએ.
ટીકા : — ‘उपवासदिने’ ઉપવાસના દિવસે ‘परिहृतिं’ પરિત્યાગ ‘कुर्यात्’ કરવો જોઈએ. કોનો? ‘पञ्चानां पापानां’ હિંસાદિ પાંચ પાપોનો તથા ‘अलंक्रियारम्भगन्ध- पुष्पाणाम्’ શણગાર, આરંભ અર્થાત્ વાણિજ્યાદિ વ્યાપાર, ગંધ (તેલ – અત્તર વગેરે), પુષ્પોનો અને ઉપલક્ષણથી રાગના કારણરૂપ ગીત, નૃત્યાદિનો તથા ‘स्नानाञ्जननस्यानाम्’