કહાનજૈનશાસ્ત્રમાળા ]
एतेषां परिहारं कृत्वा किं तद्दिनेऽनुष्ठातव्यमित्याह —
उपवसन्नुपवासं कुर्वन् । धर्मामृतं पिबतु धर्म एवामृतं सकलप्राणिनामाप्यायकत्वात् तत् पिबतु । काभ्यां ? श्रवणाभ्यां । कथंभूतः ? सतृष्णः साभिलाषः पिबन् न पुनरुपरोधादिवशात् । पाययेद् वान्यान् स्वयमवगतधर्मस्वरूपस्तु अन्यतो धर्मामृतं पिबतु
શ્રાવકના મહાવ્રતમાં અને મુનિઓના મહાવ્રતમાં ફેર છે, કારણ કે —
‘‘વાસ્તવમાં જેને પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ – માન – માયા – લોભનો અભાવ થઈ ગયો છે તે જ મહાવ્રતી સંયમી કહેવાય છે, પણ જેને તે કષાયોનો અભાવ થયો નથી પણ તેને દ્રવ્યરૂપ પાંચે પાપોનો અભાવ થઈ ગયો હોય તો તેને ઉપચારથી મહાવ્રત છે, ખરી રીતે મહાવ્રત નથી. કેમ કે પૂર્ણ સંયમ (છઠ્ઠા) પ્રમત્ત ગુણસ્થાનમાં જ શરૂ થાય છે અને પ્રમત્ત ગુણસ્થાન પ્રત્યાખ્યાનાવરણ કષાયના અભાવ વિના થતું નથી........’’ (શ્લોક ૧૬૦નો ભાવાર્થ).
તેમનો પરિહાર (ત્યાગ) કરીને ઉપવાસના દિવસે શું કરવું જોઈએ તે કહે છે —
અન્વયાર્થ : — [उपवसन् ] ઉપવાસ કરનાર વ્યક્તિએ [सतृष्णः ] અભિલાષપૂર્વક (ઉત્કંઠિત થતા થકા) [श्रवणाभ्याम् ] કાન દ્વારા, [धर्मामृतम् ] ધર્મરૂપી અમૃતને પીઓ [वा ] અને [अतन्द्रालुः ] આલસ્ય રહિત થતા થકા [ज्ञानध्यानपरः ] જ્ઞાન અને ધ્યાનમાં તત્પર (લવલીન) [भवतु ] રહો.
ટીકા : — ‘उपवसन् धर्मामृतम् पिबतु’ સર્વ પ્રાણીઓને પુષ્ટિ અને તૃપ્તિ આપનાર હોવાથી જ ધર્મ અમૃત છે. તે ધર્મામૃતને ઉપવાસ કરનાર પીઓ. શા વડે? ‘श्रवणाभ्याम्’ કાન વડે. કેવા વર્તતા થકા? ‘सतृष्णः’ અભિલાષાપૂર્વક, નહિ કે કોઈના દબાણથી ‘पाययेत् वा अन्यान्’ પોતે ધર્મનું સ્વરૂપ (વિશેષપણે) ન જાણ્યું હોય, તો તે અન્ય દ્વારા ધર્મામૃત પીઓ અને જો પોતે ધર્મનું સ્વરૂપ (વિશેષપણે) જાણ્યું હોય, તો જેમણે ધર્મનું