૨૫૪ ]
अन्यानविदिततत्स्वरूपान् पाययेत् तत् । ज्ञानध्यानपरो भवतु, ज्ञानपरो द्वादशानुप्रेक्षाद्युपयोगनिष्ठः ।
ध्यानपरः आज्ञापायविपाकसंस्थानविचयलक्षणधर्मध्याननिष्ठो वा भवतु । किंविशिष्टः ? अतन्द्रालुः निद्रालस्यरहितः ।।१०८।। સ્વરૂપ જાણ્યું નથી એવા બીજાઓને ધર્મામૃતનું પાન કરાવો. ‘ज्ञानध्यानपरो भवतु’ જ્ઞાનપરાયણ એટલે બાર અનુપ્રેક્ષા (ભાવના) આદિના ઉપયોગમાં તત્પર રહો.
બાર ૧અનુપ્રેક્ષાનાં નામ —
૧. અધ્રુવ (અનિત્ય), ૨. અશરણ, ૩. સંસાર, ૪. એકત્વ, ૫. અન્યત્વ, ૬. અશુચિ, ૭. આસ્રવ, ૮. સંવર, ૯. નિર્જરા, ૧૦. લોક, ૧૧. બોધિદુર્લભ અને ૧૨. ધર્મભાવના. જિનેશ્વરે એ બાર અનુપ્રેક્ષાઓ (ભાવનાઓ) કહી છે. (તેમાં તત્પર રહો).
ધ્યાનપરાયણ એટલે કે આજ્ઞાવિચય, અપાયવિચય, વિપાકવિચય અને સંસ્થાનવિચય — એ ચાર પ્રકારનાં ધર્મધ્યાનમાં તત્પર રહો૨. કેવા થઈને? ‘अतन्द्रालु’ નિદ્રા અને આલસ્ય રહિત થઈને.
ભાવાર્થ : — ઉપવાસ કરનાર વ્યક્તિ આલસ્ય રહિત અને ઉત્કંઠા સહિત થઈને ધર્મરૂપી અમૃતનું સ્વયં પાન કરે અને બીજાઓને તેનું પાન કરાવે તથા જ્ઞાન અને ધર્મધ્યાનમાં લવલીન રહે. ૧૦૮. १. अनित्याशरणसंसारैकत्वान्यत्वाशुच्यास्रवसंवरनिर्जरालोकबोधिदुर्लभधर्मस्वाख्यातत्त्वानुचिन्तनमनुप्रेक्षाः।
૨. ધર્મધ્યાનના આ ચાર પ્રકાર સંબંધી જુઓ, (તત્ત્વાર્થસૂત્ર અધ્યાય ૯/૩૬.)