કહાનજૈનશાસ્ત્રમાળા ]
अधुना प्रोषधोपवासस्य लक्षणं कुर्वन्नाह —
चत्वारश्च ते आहाराश्चाशनपानखाद्यलेह्यलक्षणाः । अशनं हि भक्तमुद्गादि, पानं हि पेयमथितादि, खाद्यं मोदकादि, लेह्यं रब्रादि, तेषां विसर्जनं परित्यजनमुपवासोऽभिधीयते । प्रोषधः पुनः सकृद्भुक्तिर्धारणकदिने एकभक्तविधानं । यत्पुनरुपोष्य उपवासं कृत्वा पारणकदिने आरम्भंसकृद्भुक्तिमाचरत्यनुतिष्ठति स प्रोषधोपवासोऽभिधीयते इति ।।१०९।।
હવે પ્રોષધોપવાસને તેનું લક્ષણ કરીને કહે છે —
અન્વયાર્થ : — [चतुराहारविसर्जनम् ] ચાર પ્રકારના આહારનો (અશન, ખાદ્ય, લેહ્ય અને પેયનો) સર્વથા ત્યાગ કરવો તે [उपवासः ] ઉપવાસ છે અને [सकृद्भुक्तिः ] એક વાર ભોજન કરવું તે [प्रोषधः ] પ્રોષધ છે (એકાશન છે). અને [यद् ] જે [उपोष्य ] ઉપવાસ કર્યા પછી [आरंभम् ] પારણાને દિવસે એકવાર ભોજન [आचरति ] કરે છે, [सः ] તે [प्रोषधोपवासः ] પ્રોષધોપવાસ છે.
ટીકા : — ‘चतुराहारविसर्जनम्’ અશન, ખાદ્ય, પાન અને લેહ્યના ભેદથી ચાર પ્રકારનો આહાર છે. અશન એટલે રોટલી, દાળ, ભાત, આદિ ખાદ્ય એટલે લાડુ વગેરે, પાન એટલે દૂધ, પાણી વગેરે અને લેહ્ય એટલે રાબડી વગેરે. તે ચાર પ્રકારના આહારનો ત્યાગ કરવો તેને ‘उपवासः’ ઉપવાસ કહે છે. ‘प्रोषधः’ એકવાર ભોજન કરવું તેને પ્રોષધ કહે છે અને ધારણાના દિવસે (ઉપવાસના પહેલાંના દિવસે) એકવાર ભોજન કરીને ‘उपोष्य’ પર્વના દિવસે ઉપવાસ કરીને જે પારણાને દિવસે ‘आरंभम्’ એકવાર ભોજન ‘आचरति’ કરે છે. ‘स प्रोषधोपवासः’ તેને પ્રોષધોપવાસ કહે છે.
ભાવાર્થ : — અશન, ખાદ્ય, લેહ્ય અને પેય — એ ચાર પ્રકારના આહારનો બાર પ્રહર સર્વથા ત્યાગ કરવો તે ઉપવાસ છે અને દિવસે એકવાર ભોજન કરવું તે પ્રોષધ યા એકાશન છે. ધારણા અને પારણાના દિવસે એકાશન અને બંનેના વચ્ચેના દિવસે