૨૫૬ ]
अथ केऽस्यातीचारा इत्याह —
प्रोषधोपवासस्य व्यतिलंघनपंचकमतिविचारपंचकं । तदिदं पूर्वार्धप्रतिपादितप्रकारं । तथा हि । ग्रहणविसर्गास्तरणानि त्रीणि । कथंभूतानि ? अदृष्टमृष्टानि दृष्टं दर्शनं जन्तवः सन्ति न सन्तीति वा चक्षुपावलोकनं मृष्टं मदुनोपकरणेन प्रमार्जनं तदुभौ न विद्येते येषु ग्रहणादिषु तानि तथोक्तानि । तत्र बुभुक्षापीडितस्यादृष्टस्यार्हदादिपूजोपकरणस्यात्मपरिधानाद्यर्थस्य च ઉપવાસ કરવો અર્થાત્ સોળ પ્રહર સુધી ચારે આહારોનો ત્યાગ કરવો તેને પ્રોષધોપવાસ કહે છે. ૧૦૯.
હવે તેના (પ્રોષધોપવાસના) કયા અતિચારો છે તે કહે છે —
અન્વયાર્થ : — [यत् ] જે [अदृष्टमृष्टानि ] જોયા વિના તથા સંમાર્જન કર્યા વગર (સાફ કર્યા વગર) [ग्रहणविसर्गास्तरणानि ] (પૂજાનાં ઉપકરણો) ગ્રહણ કરવાં, મળમૂત્રાદિનો ત્યાગ કરવો અને બિસ્તરો પાથરવો તથા [अनादरास्मरणे ] આવશ્યક આદિમાં અનાદર કરવો અને યોગ્ય ક્રિયાઓ ભૂલી જવી [तद् इदम् ] તે આ [प्रोषधोपवासव्यतिलङ्घनपंचकम् ] પ્રોષધોપવાસ (શિક્ષાવ્રત)ના પાંચ અતિચાર છે.
ટીકા : — ‘प्रोषधोपवास व्यतिलङ्घनपञ्चकम्’ પ્રોષધોપવાસના પાંચ અતિચારો- તેના પ્રકારો આ શ્લોકના પૂર્વાર્ધમાં બતાવવામાં આવ્યા છે. તે આ પ્રમાણે છે — ‘ग्रहणविसर्गास्तरणानि’ ગ્રહણ, ત્યાગ અને આસ્તરણ (પથારી પાથરવી) — એ ત્રણ (અતિચારો). તે કેવા છે? ‘अदृष्टमृष्टानि’ दृष्टं જોયેલા – જંતુઓ છે કે નહિ તે આંખથી અવલોકવું (બારીકાઈથી તપાસવું) અને ‘मृष्टं’ સાફ કરેલા – કોમળ ઉપકરણથી (પીંછી આદિથી) સાફ કરવું; જે ગ્રહણાદિમાં તે બંને (દ્રષ્ટ અને મૃષ્ટરૂપ ક્રિયાઓ) ન હોય તેને અદ્રષ્ટમુષ્ટ કહે છે. (અદ્રષ્ટમૃષ્ટનો સંબંધ ગ્રહણ, વિસર્ગ અને આસ્તરણ એ ત્રણેયની સાથે છે તેથી અદ્રષ્ટમૃષ્ટગ્રહણ, અદ્રષ્ટમૃષ્ટવિસર્ગ અને અદ્રષ્ટમૃષ્ટ – આસ્તરણ — એ ત્રણ અતિચાર થાય છે.) તેમાં અદ્રષ્ટમૃષ્ટગ્રહણ અતિચારમાં ક્ષુધાથી પીડાતા માણસને અર્હન્તાદિની પૂજાનાં