કહાનજૈનશાસ્ત્રમાળા ]
ग्रहणं भवति । तथा अदृष्टमुष्टायां भूमौ मूत्रपुरीषादेरुत्सर्गो भवति । तथा अदृष्टमृष्टे प्रदेशे आस्तरणं संस्तरोपक्रमो भवतीत्येतानि त्रीणि । अनादरास्मरणे च द्वे । तथा आवश्यकादौ हि बुभुक्षापीडितत्वादनादरोऽनैकाग्रतालक्षणमस्मरणं च भवति ।।११०।। ઉપકરણો (સાધનો) તથા પોતાને પહેરવાનાં કપડાં આદિ વસ્તુઓનું દેખ્યા વિના અને સાફ કર્યા વિના ગ્રહણ હોય છે. અદ્રષ્ટમૃષ્ટવિસર્ગ અતિચારમાં ભૂખથી પીડાતા માણસને દેખ્યા વિનાની અને સાફ કર્યા વિનાની ભૂમિ ઉપર મળ મૂત્રાદિનો ત્યાગ હોય છે અને અદ્રષ્ટમૃષ્ટઆસ્તરણ અતિચારમાં ભૂખથી પીડાતા માણસને દેખ્યા વિનાના તથા સાફ કર્યા વિનાના સ્થાનમાં બિસ્તરો પાથરવાનો હોય છે — એવા ત્રણ (અતિચારો હોય છે).
‘अनादरास्मरणे’ અનાદર અને અસ્મરણ (વિસ્મરણ) – એ બે (અતિચારો) ક્ષુધાની પીડાના કારણે (તેને) આવશ્યકાદિ કાર્યોમાં (અવશ્ય કરવા યોગ્ય ધાર્મિક ક્રિયાઓમાં) અનાદર (અનુત્સાહ) — ઉપેક્ષાભાવ હોય છે અને એકાગ્રતા ન હોવારૂપ વિસ્મરણ હોય છે.
ભાવાર્થ : — પ્રોષધોપવાસ શિક્ષાવ્રતના પાંચ અતિચાર૧ —
૧. અદ્રષ્ટમૃષ્ટગ્રહણ — (અપ્રત્યવેક્ષિત અપ્રમાર્જિત આદાન) — જોયા વિના અને સાફ કર્યા વિના અરહંતાદિની પૂજાનાં ઉપકરણો ગ્રહણ કરવાં વા વસ્ત્ર – પાત્રાદિને જોયા વિના — યત્નાચાર વિના ઘસેડીને લેવાં.
૨. અદ્રષ્ટમૃષ્ટવિસર્ગ — (અપ્રત્યવેક્ષિત અપ્રમાર્જિત ઉત્સર્ગ) — જમીન ઉપર જીવ – જંતુઓ છે કે નહિ તે નેત્રો વડે જોયા વગર તથા કોમળ ઉપકરણથી (પીંછી આદિથી) ભૂમિનું સંમાર્જન (સાફ) કર્યા વગર મળમૂત્રાદિનો ત્યાગ કરવો.
૩. અદ્રષ્ટમૃષ્ટઆસ્તરણ — (અપ્રત્યવેક્ષિત અપ્રમાર્જિત સંસ્તરોપક્રમણ) – જોયા વિનાની અને સાફ કર્યા વિનાની જમીન ઉપર શયન કે આસન માટે બિસ્તરો યા વસ્ત્ર પાથરવું.
૪. અનાદર — ક્ષુધા – તૃષાની પીડાથી આવશ્યક ધાર્મિક ક્રિયાઓમાં અનાદર યા નિરુત્સાહથી પ્રવર્તવું. १. अप्रत्यवेक्षिताप्रमार्जितोत्सर्गादानसंस्तरोपक्रमणानादरस्मृत्यनुपस्थानानि।।