Ratnakarand Shravakachar (Gujarati).

< Previous Page   Next Page >


Page 248 of 315
PDF/HTML Page 272 of 339

 

૨૫૮ ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

इदानीं वैयावृत्यलक्षणशिक्षाव्रतस्य स्वरूपं प्ररूपयन्नाह

दानं वैयावृत्यं धर्माय तपोधनाय गुणनिधये
अनपेक्षितोपचारोपक्रियमगृहाय विभवेन ।।१११।।

भोजनादिदानमपि वैयावृत्यमुच्यते कस्मै दानं ? तपोधनाय तप एव धनं यस्य तस्मै किंविशिष्टाय ? गुणनिधये गुणानां सम्यग्दर्शनादीनां निधिराश्रयस्तस्मै तथाऽगृहाय भावद्रव्यागाररहिताय किमर्थं ? धर्माय धर्मनिमित्तं किंविशिष्टं तद्दानं ?

૫. અસ્મરણ(સ્મૃત્યનુપસ્થાન) પ્રોષધોપવાસના દિવસે કરવા યોગ્ય ધાર્મિક ક્રિયાઓનું વિસ્મરણ થવુંભૂલી જવું.

ક્ષુધાતૃષાદિથી પીડાતી વ્યક્તિ પ્રમાદથી જોયા વિના અને સાફસૂફી કર્યા વિના, ભગવાનની પૂજા આદિનાં ઉપકરણો તથા પોતાનાં વસ્ત્રાદિ ગ્રહણ કરે છે, જમીન ઉપર મળમૂત્ર ફેંકે છે અને પોતાનો બિસ્તરો વગેરે પાથરે છે; આવશ્યક ધર્મક્રિયાઓમાં આદર કરતો નથી તથા તે ક્રિયાઓ ભૂલી જાય છે. આમ કરવાથી તેના પ્રોષધોપવાસ વ્રતમાં દોષ (અતિચાર) લાગે છે. ૧૧૦.

હવે વૈયાવૃત્યરૂપ શિક્ષાવ્રતના સ્વરૂપનું પ્રરૂપણ કરીને કહે છે

વૈયાવૃત્ય (અતિથિસંવિભાગ) શિક્ષાવ્રતનું લક્ષણ
શ્લોક ૧૧૧

અન્વયાર્થ :[गुणनिधये ] સમ્યગ્દર્શનાદિ ગુણના ભંડાર તથા [अगृहाय ] ગૃહત્યાગી [तपोधनाय ] તપરૂપ ધનથી યુક્ત એવા મુનિને [विभवेन ] વિધિ, દ્રવ્ય આદિ સંપત્તિના અનુસારે [अनपेक्षितोपचारोपक्रियं ] પ્રતિદાન અને મંત્રલાભ આદિ પ્રત્યુપકારની અપેક્ષા રાખ્યા વિના [धर्माय ] રત્નત્રયરૂપ ધર્મની વૃદ્ધિ માટે [दानम् ] જે આહારાદિનું દાન દેવામાં આવે છે, તે [वैयावृत्यम् ] વૈયાવૃત્ય શિક્ષાવ્રત છે.

ટીકા :दानं वैयावृत्यं’ ભોજનાદિના દાનને પણ વૈયાવૃત્ય કહે છે. કોને દાન? तपोधनाय’ તપ જેનું ધન છે તેનેમુનિને. કેવા પ્રકારના (મુનિ)? गुणनिधये’ જેમને સમ્યગ્દર્શનાદિ ગુણોનો નિધિ છેઆશ્રય છે એવા તથા अगृहाय’ ભાવ અને દ્રવ્ય ગૃહથી જે રહિત છે એવા (અર્થાત્ જે ભાવલિંગી અને દ્રવ્યલિંગી ગૃહત્યાગી છે એવા). શા માટે