કહાનજૈનશાસ્ત્રમાળા ]
अनपेक्षितोपचारोपक्रियं उपचारः प्रतिदानं उपक्रिया मंत्रतंत्रादिना प्रत्युपकरणं ते न अपेक्षिते येन । कथं तद्दानं ? विभवेन विधिद्रव्यादिसम्पदा ।।१११।।
न केवलं दानमेव वैयावृत्यमुच्यतेऽपि तु — (દાન આપવું)? ‘धर्माय’ ધર્મના કારણે. કેવા પ્રકારનું તે દાન? ‘अनपेक्षितोपचारोपक्रियम् उपचार’ એટલે પ્રતિદાન (બદલામાં કોઈ વસ્તુનું દાન દેવું) અને उपक्रिया એટલે મંત્ર – તંત્રાદિ દ્વારા પ્રત્યુપકાર કરવો – તે બંનેની જેમાં અપેક્ષા નથી તેવું દાન (અર્થાત્ પ્રતિદાન અને પ્રત્યુપકારની અપેક્ષા રાખ્યા વિના દાન દેવું ). કઈ રીતે તે દાન (દેવું)? ‘विभवेन’ વિધિ અને દ્રવ્યાદિની સમ્પદાપૂર્વક.
ભાવાર્થ : — સમ્યગ્દર્શનાદિ ગુણો સહિત ગૃહત્યાગી મુનિને, સ્વ – પરના ધર્મની વૃદ્ધિ માટે કોઈ બદલાની (પ્રતિદાનની) તથા મંત્ર – તંત્રાદિ દ્વારા પ્રત્યુપકારની આશા રાખ્યા વિના પોતાની શક્તિ અનુસાર વિધિપૂર્વક ચાર પ્રકારનું દાન આપવું, તેને વૈયાવૃત્ય શિક્ષાવ્રત કહે છે. તેને અતિથિસંવિભાગ વ્રત પણ કહે છે.
મોક્ષ માટે ઉદ્યમી, સંયમી અને અંતરંગ – બહિરંગમાં જે શુદ્ધ હોય છે તેવા વ્રતી પુરુષોને અતિથિ પુરુષો કહે છે. તેમને શુદ્ધ મનથી આહાર, ઔષધિ, ઉપકરણ અને વસ્તિકાનું (વિશ્રાન્તિસ્થાનનું) દાન કરવું; તે ૧અતિથિસંવિભાગ છે.
શ્રી ઉમાસ્વામીએ તત્ત્વાર્થસૂત્રમાં દાનનું લક્ષણ નીચે પ્રમાણે આપ્યું છે —
अनुग्रहार्थं स्वस्यातिसर्गो दानम् ।। અધ્યાય ૭/૩૮
પોતાના અને પરના ઉપકાર માટે ધનાદિકનો વા સ્વાર્થનો ત્યાગ કરવો તે દાન છે.
દાનથી પુણ્યબંધ થાય તે તો પોતાનો ઉપકાર છે અને જો તેનાથી પાત્રના સમ્યક્ત્વાદિ ગુણોની વૃદ્ધિ થાય તો તે પરનો ઉપકાર છે. ૧૧૧.
કેવળ દાન જ વૈયાવૃત્ય કહેવાય છે એટલું જ નહિ, પણ સંયમી જનોની સેવા પણ વૈયાવૃત્ય કહેવાય છે; એમ કહે છે — ૧. પોતાના માટે તૈયાર કરેલા ભોજનમાંથી યા પોતાને માટે રાખેલી વસ્તુઓમાંથી, અતિથિને (ત્યાગી