૨૬૦ ]
व्यापत्तयो विविधा व्याध्यादिजनिता आपदस्तासां व्यपनोदो विशेषेणापनोदः स्फे टनं यत्तद्वैयावृत्यमेव । तथा पदयोः संवाहनं पादयोर्मर्दनं । कस्मात् ? गुणरागात् भक्तिवशादित्यर्थः — न पुनर्व्यवहारात् दृष्टफलापेक्षणाद्वा । न केवलमेतावदेव वैयावृत्यं किन्तु अन्योऽपि संयमिनां १देशसकलव्रतानां सम्बन्धी यावान् यत्परिमाण उपग्रह उपकारः स सर्वो वैयावृत्यमेवोच्यते ।।११२।।
अथ किं दानमुच्यत इत्यत आह —
અન્વયાર્થ : — [गुणरागात् ] ગુણોના અનુરાગને લીધે – ભક્તિના કારણે [संयमिनाम् ] વ્રતીઓની [व्यापत्तिव्यपनोदः ] આપત્તિ (દુઃખ) દૂર કરવી, [पदयो संवाहनं ] તેમનાં ચરણ દાબવા [च ] અને [अन्यः अपि ] તે સિવાય અન્ય પણ [यावान् ] જેટલો [उपग्रह ] ઉપકાર કરવો – તે સર્વે [वैयावृत्यं ] વૈયાવૃત્ય છે.
ટીકા : — ‘व्यापत्तिव्यपनोदः’ વ્યાધિ આદિ જનિત વિવિધ આપદાઓને વિશેષ કરીને દૂર કરવી તે વૈયાવૃત્ય છે, તથા ‘पदयोः संवाहनं’ ચરણ દાબવા (તે પણ વૈયાવૃત્ય છે). શા કારણથી? ‘गुणरागात्’ ગુણાનુરાગથી – ભક્તિવશાત્ એવો અર્થ છે, પણ નહિ કે વ્યવહારથી અથવા કોઈ ઇષ્ટ ફળની અપેક્ષાથી (ઇચ્છાથી). કેવળ આટલું જ વૈયાવૃત્ય છે એમ નથી, પરંતુ ‘अन्यः अपि’ અન્ય પણ ‘संयमिनाम्’ દેશસંયમી અને સકલસંયમીઓ સંબંધી ‘यावान् उपग्रहः’ જેટલો ઉપકાર તે સર્વ વૈયાવૃત્ય જ કહેવાય છે.
ભાવાર્થ : — ગુણાનુરાગથી વ્રતી જનોનું દુઃખ દૂર કરવું, માર્ગજન્ય થાકને દૂર કરવા માટે તેમના પગ દાબવા અને અન્ય જેટલો તેમનો ઉપકાર કરવો; તે બધું વૈયાવૃત્ય કહેવાય છે. ૧૧૨.
હવે દાન કોને કહે છે તે કહે છે — १. देशसकलयतीनां घ ।