કહાનજૈનશાસ્ત્રમાળા ]
दानमिष्यते । कासौ ? प्रतिपत्तिः गौरवं आदरस्वरूपा । केषां ? आर्याणां सदृर्शनादिगुणोपेतमुनीनां । किंविशिष्टानां ? अपसूनारम्भाणां सूनाः पंचजीवघातस्थानानि । तदुक्तम् —
खंडनी उल्खलं, पेषणी घरट्टः, चुल्ली चुलूकः, उदकुम्भः उदकघटः, प्रमार्जनी बोहारिका । सूनाश्चारंभाश्च कृष्यादयस्तेऽपगता येषां तेषां । केन प्रतिपत्तिः कर्तव्या ?
અન્વયાર્થ : — [सप्तगुणसमाहितेन ] સાત ગુણ સહિત [शुद्धेन ] કૌલિક, આચારિક તથા શારીરિક શુદ્ધિ સહિત [दात्रा ] શ્રાવક દ્વારા [अपसूनारम्भाणां ] પાંચ સૂના અને આરંભ રહિત, [आर्याणाम् ] સમ્યગ્દર્શન આદિ ગુણો સહિત મુનિઓના [नवपुण्यैः ] નવધા ભક્તિપૂર્વક જે [प्रतिपत्तिः ] આહારાદિક દ્વારા ગૌરવ (આદર) કરવામાં આવે છે, તે [दानम् ] દાન [इष्यते ] કહેવાય છે.
ટીકા : — ‘दानम् इष्यते’ દાન કહેવાય છે. શું તે? ‘प्रतिपत्तिः’ ગૌરવ કરવું- આદરપૂર્વક દાન આપવું. કોને? ‘आर्याणाम्’ સમ્યગ્દર્શનાદિ ગુણો સહિત મુનિઓને. કેવા (મુનિઓ)? ‘अपसूनारम्भाणाम्’ પાંચ સૂના અને આરંભ રહિત એવા (મુનિઓ).
સૂના અર્થાત્ પાંચ જીવઘાતનાં સ્થાનો તે નીચે કહ્યાં છે —
पंचसूना गृहस्थस्य, तेन मोक्षं न गच्छति।।
ખાંડણિયામાં ખાંડવું, ચક્કીમાં (ઘંટીમાં) દળવું, ચૂલો યા સગડી સળગાવવી, પાણી ભરવું અને ઝાડુ કાઢવું (કચરો વાળવો) – એ પાંચ સૂના છે.
સૂના અને કૃષિ આદિ આરંભથી જે રહિત છે તેમને (મુનિઓને) કોની દ્વારા