કહાનજૈનશાસ્ત્રમાળા ]
‘आप्तेन, भवितव्यं, ‘नियोगेन’ निश्चयेन नियमेन वा । किंविशिष्टेन ? ‘उत्सन्नदोषेण’ नष्टदोषेण । तथा ‘सर्वज्ञेन’ सर्वत्र विषयेऽशेषविशेषतः परिस्फु टपरिज्ञानधृता नियोगेन भवितव्यं । तथा ‘आगमेशिना’ भव्यजनानां हेयोपादेयतत्त्वप्रतिप्रतिहेतुभूतागमप्रतिपादकेन २
उक्तविपरीतप्रकारेण, आप्तता न भवेत् ।।५।।
અન્વયાર્થ : — [आप्तेन ] આપ્ત [नियोगेन ] નિયમથી [उत्सन्नदोषेण ] અઢાર દોષ રહિત વીતરાગ, [सर्वज्ञेन ] સર્વજ્ઞ અને [आगमेशिना ] આગમના ઇશ અર્થાત્ આગમના ઉપદેશક - હિતોપદેશી [भवितव्यम् ] હોવા જોઈએ. [अन्यथा हि ] કારણ કે કોઈ બીજી રીતે [आप्तता ] આપ્તપણું (સાચું દેવપણું) [न भवेत् ] હોઈ શકે નહિ.
ટીકા : — ‘आप्तेन’ આપ્ત હોવા જોઈએ, ‘नियोगेन’ નિશ્ચયથી અથવા નિયમથી. કેવા વિશેષતાવાળા આપ્ત હોવા જોઈએ? ‘उत्सन्नदोषेण’ જેમના દોષ નાશ પામ્યા છે તેવા હોવા જોઈએ અર્થાત્ દોષ રહિત હોવા જોઈએ તથા ‘सर्वज्ञेन’ સમસ્ત વિષયોમાં કાંઈપણ બાકી રહ્યા વિના સંપૂર્ણ વિશેષતાઓથી પરિસ્પષ્ટ સંપૂર્ણ જ્ઞાન નિયમથી જેને હોય એવા (અર્થાત્ કાંઈપણ બાકી રહ્યા વિના સંપૂર્ણ દ્રવ્ય - ગુણ - પર્યાયનું પરિસ્પષ્ટ, સંપૂર્ણ જ્ઞાન નિયમથી જેને હોય એવા) હોવા જોઈએ. તથા ‘आगमेशिना’ ભવ્ય જીવોને હેય - ઉપાદેય તત્ત્વોની પ્રતિપત્તિના (તત્ત્વોના જ્ઞાનના) કારણભૂત જે આગમ છે તેના પ્રતિપાદક (ઉપદેશક) નિયમથી હોવા જોઈએ. શા કારણે એવા હોવા જોઈએ? તે કહે છે — ‘नान्यथा हि आप्तता भवेत्’ કારણ કે અન્યથા અન્ય પ્રકારે કહ્યું તેનાથી વિપરીત પ્રકારે આપ્તપણું હોઈ શકે નહિ. (વીતરાગતા, સર્વજ્ઞતા અને આગમેશિતા - હિતોપદેશકતા આ ત્રણ વિશેષતાઓના અભાવમાં આપ્તપણું હોઈ શકે નહિ.) १. ‘च्छि’ पाठान्तरं घ० । २. नियोगेन, ख, ग ।